ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સ્વરા ભાસ્કરે દિવગંત સુશાંત સિંહના પરિવાર પાસે માફી માગી - તાપસી પન્નુ , સ્વરા ભાસ્કર અને કંગનાની ટ્વિટર વોર

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદથી બોલીવુડમાં અંદરના અને બહારના લોકોની ચર્ચાએ જોર પકડ્યું છે. કંગના રનૌતે તેના ઇન્ટરવ્યુમાં સુશાંતના મોતને એક પ્લાન મર્ડર જણાવ્યું હતું અને આ ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે તાપસી પન્નુ અને સ્વરા ભાસ્કર જેવા સ્ટાર્સને બી ગ્રેડની અભિનેત્રી ગણાવ્યા હતા અને તેમને ચાપલુસ કહ્યા હતા. તેના જવાબમાં તાપ્સી અને સ્વરાએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે અને ત્રણેય અભિનેત્રીઓ વચ્ચે ટ્વિટર વોર જોવા મળી હતી. હવે સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયા પર સુશાંત સિંહ રાજપૂતના પરિવારની માફી માગી છે.

etv bharat
સ્વરા ભાસ્કરે દિવગંત સુશાંત સિંહના પરિવાર પાસે માફી માંગી

By

Published : Jul 23, 2020, 2:40 PM IST

મુંબઈ: અભિનેત્રી સ્વરા ભાસ્કરે કહ્યું છે કે જે રીતે સુશાંત સિંહ રાજપૂત અને તેના પરિવારના નામને વિવિધ ચર્ચાઓમાં ખેંચવામાં આવ્યા છે તેના માટે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પરિવારથી માફી માંગવી જોઈએ.

સ્વરાએ કહ્યું, "આત્મનિરીક્ષણની એક ક્ષણ. મને લાગે છે કે આપણે સુશાંત સિંહ રાજપૂતના કુટુંબની એટલી વાર માફી માંગવી જોઇએ જેટલી વાર અમારી ચર્ચાઓમાં તેમણે તેમનું નામ સાંભળ્યું છે.

તેમણે આગળ લખ્યું, "સુશાંતની એક ફિલ્મ રિલીઝ થઈ રહી છે, ચાલો આપણે ખોવાઈ ગયેલા તેજસ્વી સ્ટારની સ્મૃતિની ઉજવણી કરીએ. ચાલો દયાળુ બનીએ."

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને તેમના બાંદ્રાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેમના અવસાન પછી ફિલ્મ જગતમાં નેપોટિઝમ પર ચર્ચા ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details