મુંબઈ: સુશાંતસિંહ રાજપૂત કેસની તપાસ તીવ્ર થઈ છે. ફિલ્મ નિર્માતા સંજય લીલા ભંસાલીને બાંદ્રા પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા. જેમાં સુશાંત સિંહ રાજપૂતને ઓફર કરવામાં આવેલી ફિલ્મો વિશે તેમની પૂછપરછ કરવામાં આવશે.
સુશાંતસિંહ આત્મહત્યા મામલો, પૂછપરછ માટે બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા સંજયલીલા ભંસાલી
સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પૂછપરછ માટે ફિલ્મ નિર્માતા સંજય લીલા ભંસાલી બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.
સુશાંતસિંહ આત્મહત્યાનો મામલો, પૂછપરછ માટે બાંદ્રા પોલીસ સ્ટેશન પહોચ્યા સંજયલીલા ભંસાલી
આ કેસમાં ભંસાલીનું નામ ત્યારે સામે આવ્યું જયારે ફિલ્મ વિવેચક સુભાષ ઝાએ ખુલાસો કર્યો કે સુશાંતસિંહ રાજપૂતને સંજય લીલા ભંસાલીએ ત્રણ ફિલ્મો ઓફર કરી હતી. જેમાં બાજીરાવ મસ્તાની, ગોલિયોં કી રાસલીલા રામ-લીલા અને પદ્માવત સામેલ હતી. સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ શોધવા માટે પોલીસ અભિનેતાની નજીકના લોકો સહિત અનેક ફિલ્મ હસ્તીઓની પૂછપરછ કરવામાં આવી છે. હવે ભંસાલીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.