મુંબઇ: અભિનેતા સોનુ સૂદે સોમવારે જણાવ્યું હતું કે તેઓ મૃત અને ઇજાગ્રસ્ત પરપ્રાંતિય કામદારોના 400થી વધુ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડશે જે કોરોના વાઇરસના કારણે થયેલા લોકડાઉને કારણે અસરગ્રસ્ત થયા હોય.
સોનુ સૂદે મૃત, ઇજાગ્રસ્ત પરપ્રાંતિયોઓના 400થી વધુ પરિવારોને ટેકો આપવાની ખાતરી આપી - અભિનેતા સોનૂ સૂદ
બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે મૃત અને ઇજાગ્રસ્ત પરપ્રાંતિય કામદારોના 400થી વધુ પરિવારોને આર્થિક સહાયતા આપવાનું જણાવ્યુ છે. અભિનેતાએ વિવિધ રાજ્યોના અધિકારીઓ સાથે સંપર્ક કર્યો હતો અને લોકડાઉન દરમિયાન પોતાનો જીવ ગુમાવનાર પરપ્રાંતિયોના સરનામાંઓ અને બેંક વિગતો અંગેની માહિતી મેળવી હતી.

સોનુ સૂદે મૃત, ઇજાગ્રસ્ત પરપ્રાંતિયોઓના 400થી વધુ પરિવારોને ટેકો આપવાની ખાતરી આપી
દબંગના અભિનેતાએ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ સહિત વિવિધ રાજ્યોના અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો અને જીવન ગુમાવનારા પરપ્રાંતિયોના સરનામાઓ અને બેંક અંગેની માહિતીઓ મેળવી હતી.
સૂદે એક નિવેદનમાં કહ્યું હતું કે "મેં મૃતક અથવા ઘાયલ સ્થળાંતર કરનારાઓના પરિવારોને તેમના સુરક્ષિત ભવિષ્ય માટે મદદ કરવાનું નક્કી કર્યું છે. હું તેમને સમર્થન કરુ તે મારી વ્યક્તિગત જવાબદારી છે."