ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સંજનાએ 'દિલ બેચારા' ફિલ્મના સેટની સુશાંત સાથેનો ફોટો શેર કર્યો - સંજના સાંધી

દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'માં એકટરની કો-સ્ટાર સંજના સાંઘીએ ફિલ્મના સેટ પરથી એક ફોટો શેર કરી છે. જેમાં તે ખુશીના પળો શેર કરતા જોવા મળી રહ્યા છે.

eta bharat
સંજનાએ 'દિલ બેચારા' ફિલ્મના સેટની સુશાંતની અનદેખી ફોટો શેર કરી

By

Published : Jul 3, 2020, 9:31 PM IST

મુંબઈ: ફિલ્મ ‘દિલ બેચારા’માં સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહની કો-સ્ટાર અભિનેત્રી સંજના સાંધીએ ફિલ્મના સેટની સુશાંતની ફોટો શેર કરી છે. સંજનાએ પોતાના ઇંસ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કરી, જેમાં અભિનેત્રી સુશાંત અને ફિલ્મના નિર્દેશક મુકેશ છાબડાની સાથે ખુશીની પળોને શેર કરતા દેખાઇ રહી છે.

તેણે કેપ્શનમાં લખ્યુ કે, "હમણા આ ફોટોને શોધી, જેને મેં પોતે કયારેય નથી જોઇ. હુ તે પળને યાદ કરી રહી છું. સેટ પર અમારો દિવસ ખુબજ સારો ગયો હતો. આપને જણાવી દઇએ કે સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા 24 જુલાઇએ ડિજિટલ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે.

સુશાંત સિંહ રાજપૂતે ગત 14 જૂને પોતાના મુંબઇના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જેનું કારણ તેનું ઘણા મહિનોથી ડિપ્રેશનમાં હોવાનું જણાવામાં આવી રહ્યું છે.

મુંબઇ પોલીસ આ મામલાની તપાસમાં લાગેલી છે.

ABOUT THE AUTHOR

...view details