ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પૂજા ભટ્ટે સડક-2નું ફાઇનલ એડિટીંગની પોસ્ટ શેર કરી, થઈ ટ્રોલ - પુજા ભટ્ટ થઇ ટ્રોલ

પૂજા ભટ્ટે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા જણાવ્યું હતું કે, આગામી ફિલ્મ 'સડક-2'નું ફાઈનલનું એડિટ થઇ ગયુ છે. આ પોસ્ટ પર પૂજાને યુજર્સ ખૂબ જ ટ્રોલ કરી હતી.

etv bharat
સડક 2નું ફાઇનલ એડિટીંગની પોસ્ટ શેર કર્યા બાદ પુજા ભટ્ટ ટ્રોલમાં

By

Published : Jul 7, 2020, 2:11 PM IST

મુંબઇ: અભિનેત્રી પૂજા ભટ્ટે સોમવારે જાહેરાત કરી હતી કે, કમબેક ફિલ્મ 'સડક-2'નું ફાઈનલ એડિટ થઇ ગયું છે. જો કે, આ પછી તેને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાની સાથે ગંભીર રીતે ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો.

પૂજાએ એક નાનકડી છોકરીના ડાન્સનો ફની મેમ વીડિયો શેર કર્યો હતો અને લખ્યું કે, "મૂડ! સડક 2નું ફાઇનલ એડિટ થઈ ગયું છે, બધુ તૈયાર છે. જો કે તેની આ પોસ્ટથી નેટિઝન્સ વધારે ખુશ દેખાયા નહીં. એક યૂજર્સે લખ્યું કે, "આને કોઇ નહીં જોવે. બસ ખાલી કહુ છું, ત્યાં અન્ય એકે લખ્યું કે, "મૂવી ફ્લોપ થઈ ગઈ છે." તેવી જ રીતે બીજાએ લખ્યું કે, "આ રીતે હજી એક ભાઇ-ભત્રીજાવાદ આવવાનો છે. બોયકોટ સડક-2."

સડક 2નું ફાઇનલ એડિટીંગની પોસ્ટ શેર કર્યા બાદ પુજા ભટ્ટ ટ્રોલમાં

'સડક 2'થી લગભગ બે દાયકા પછી ડિરેક્ટર તરીકે મહેશ ભટ્ટ કમબેક કરી રહ્યાં છે. આ ફિલ્મમાં સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર તેમની દીકરીઓ આલિયા ભટ્ટ અને પૂજા ભટ્ટ છે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું અવસાન થયું ત્યારથી જ બોલિવૂડમાં ભાઇ-ભત્રીજાવાદના વિષય પર ચર્ચા ફરી શરૂ થઈ છે અને કેટલાક બોલિવૂડ સિતારાઓના પરિવારના સાથે જ ભટ્ટ પરિવારને પણ આ વિષય પર ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details