મુંબઈ: કાર્તિક આર્યનના ઇન્ટરનેટ બ્રેકિંગ ચેટ શો 'કોકી પૂછેગા'નો નવો એપિસોડ આવી ગયો છે. આ નવા એપિસોડમાં અભિનેતા મનોચિકિત્સક ડો. ગીતા જયારામ સાથે માનસિક સ્વાસ્થયના મુદાઓ પર વાત કરતા જોવા મળશે.
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યને તેના ઇન્ટરનેટ બ્રેકિંગ ચેટ શો 'કોકી પૂછેગા'નો એક નવો એપિસોડ બહાર પાડ્યો છે. આ એપિસોડમાં અભિનેતાએ માનસિક આરોગ્યના મુદ્દાઓ પર મનોચિકિત્સક ડો. ગીતા જયારામ સાથે વિગતવાર વાત કરી છે.
કાર્તિક અગાઉના એપિસોડમાં ડોક્ટરથી લઈને રિપોર્ટર સુધીના વિવિધ ક્ષેત્રમાં ઘણા બધા ફ્રન્ટલાઈન કાર્યકરો સાથે વાત કરી ચૂક્યા છે અને આ દ્વારા તેણે લોકોને જીવલેણ વાઇરસ વિશે પણ જાગૃત કર્યા છે. પરંતુ આ વખતે તેણે આ મુદ્દો પસંદ કર્યો છે જે સામાન્ય રીતે આ વિશે ઓછી વાત કરવામાં આવે છે. પરંતુ આ પણ મહામારીની જેમ ખતરનાખ છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે.
સોશિયલ મીડિયા પર ઇન્ટરવ્યૂની એક ઝલક શેર કરતાં કાર્તિકે કેપ્શનમાં લખ્યું, "સૌથી મહત્વનો એપિસોડ. જુઓ અને કહો !!