મુંબઇ: સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા પછી બોલીવુડથી જોડાયેલા કેટલાક લોકોએ સ્વીકાર કર્યુ છે કે ફિલ્મ ઇંડસ્ટ્રી ખૂબજ નિર્દયી છે અને હંમેશા લોકોને આત્મહત્યા જેવા પગલા લેવા પર પ્રેરિત કરે છે.
એમાંથી એક ‘બાબૂમોશાય બંદૂકબાજ’ના નિર્દેશક કુશાન નંદી છે. જેમણે સ્વીકાર કર્યો છે કે તેમણે કેટલીવાર તેમનુ જીવન ટૂંકાવવા વિશે વિચાર્યુ પણ તે એ કરવાની હિંમતના કરી શક્યા નહી.
રવિવારે અભિનેતા સુશાંતસિંહની આત્મહત્યા પછી નંદીએ આ વાતને સ્વીકાર કરી છે.
તેમણે ટિવટ કર્યુ કે, ‘હુ કહું કે મે કયારેય પોતાના જીવ લેવા વિશે નથી વિચાર્યુ તો એ જૂઠુ હશે, એવુ ઘણી વાર થયુ છે…બસ આવુ કરવાનું સાહસ કયારેય નથી કરી શક્યો, સાથે જ પોતાની પાછળ કેટલાક લોકોને છોડી જવાનો વિચાર પણ ડરાવે છે. પણ હા, હું આવુ કરવાના ખૂબજ નજીક આવી ચૂક્યો છું.’
તેમણે કહ્યું કે, મેડિટેશન, યોગથી મદદ મળી. પણ હું સમજુ છું કે મારી જેમ કેટલાક લોકો છે. જે આ પગલુ ભરવુ કે ના ભરવુ તેની વચ્ચેની એક નજીવી રેખા છે.
નંદીએ કહ્યું કે, થોડાક સમયથી તે ખૂબજ સારૂ મેહસૂસ કરી રહ્યા છે.
સુશાંતે રવિવારે તેના બાંદ્રા સ્થિત ઘરમાં ફાંસીમાં લટકેલી હાલતમાં મળી આવ્યો હતો.છેલ્લા કેટલાક મહિનાઓથી તે ડિપ્રેસન સામે લડતો હતો અને સારવાર લઈ રહ્યો હતો.