મુંબઈ: ફિલ્મ 'કેજીએફ -2'ની દર્શેકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મમાં બોલિવૂડનો 'ખલનાયક' એટલે કે સંજય દત્ત ફરીથી વિલનની ભૂમિકામાં જોવા મળશે અને આ પાત્રનું નામ અધિરા છે. તેના લુકને જોવા માટે રાહ જોઇ રહેલા ફેન્સનો ઇંતઝાર જલ્દીજ પૂર્ણ થવા જઈ રહ્યો છે. કેજીએફ-2ના ડિરેક્ટરે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે સંજય દત્તના જન્મદિવસ નિમિત્તે બુધવારે 29 જુલાઈએ તેમનું કેરેકટર પોસ્ટર રિલિઝ કરવામાં આવશે.
અભિનેતા સંજય દત્તનો જન્મદિવસ પણ 29 જુલાઈએ છે, આ ખાસ પ્રસંગે તે ફિલ્મનો પહેલો લુક રજૂ કરશે. 'કેજીએફ ચેપ્ટર 1'માં દર્શકો દ્વારા મળેલા જબરદસ્ત પ્રતિસાદ પછી, નિર્માતાઓએ એક વર્ષ પહેલા કેજીએફ ચેપ્ટર 2નું પહેલું પોસ્ટર લોન્ચ કર્યું હતું જેમાં રહસ્યમય અધિરાથી પરિચય કરાવામાં આવ્યો હતો.
એક્સેલ એન્ટરટેઈનમેન્ટ અને નિર્માતા રિતેશ સિધવાનીએ તેમના સોશ્યિલ મીડિયા પર અનાવરણની ઘોષણા કરી હતી, "અધિરાને 29 જુલાઈએ સવારે 10 વાગ્યે બતાવવામાં આવશે."