મુંબઈ: બોલિવૂડ સ્ટાર્સે રવિવારે કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશની માટી માટે પોતાના જીવનું બલિદાન આપનારા વીર સૈનિકોને સોશિયલ મીડિયા દ્વારા યાદ કર્યા હતા. 26 જુલાઈએ કારગિલ વિજય દિવસની 21મી વર્ષગાંઠ હતી.
જુલાઈ 1999માં, કારગિલમાં ભારતીય સૈનિકોએ પાકિસ્તાન સૈન્યનો ભારતની ધરતી પરથી પાછા ધકેલ્યા હતા. તે દિવસથી આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે મહાન ગાયિકા લતા મંગેશકરે તેના ટ્વિટર હેન્ડલ પર એક ફોટો શેર કરતાં લખ્યું છે કે, 'આજે કારગિલ વિજય દિવસ પ્રસંગે હું મારા દેશના બહાદુર સૈનિકોને માથું ઝૂકવીને પ્રણામ કરું છું.'
માધુરી દિક્ષિતે ટ્વીટ કર્યુ અને લખ્યું, "અમારા વીર સૈનિકોને સલામ કરુ છું. તેમના નિ:સ્વાર્થ બલિદાનને આજે અને હંમેશ માટે યાદ રાખવામાં આવશે."
સુનિલ શેટ્ટી લખે છે, કે, "કારગિલ દિવસની 21મી વર્ષગાંઠ પર હું ભારતીય સેનાની શૌર્ય અને હિંમતને સલામ કરું છું. ભારતીય સૈન્ય હંમેશા આપણા રાષ્ટ્રનું ગૌરવ રહેશે."
અભિનેત્રી નેહા ધૂપિયા લખે છે, કે "એક સમયે મને કારગિલ અને લાઇન ઓફ કંટ્રોલની મુલાકાત લેવાનો લહાવો મળ્યો હતો. હું આપણા તે બહાદુર જવાનોને યાદ કરું છું જેમણે આપણા અને દેશ માટે પોતાના જીવને બલિદાન આપ્યું છે. એક સૈનિકની દિકરી બનવા કરતાં વધારે બીજુ કંઇ મને ગર્વનો અહેસાસ કરાવતો નથી."
તાપ્સી પન્નુએ તે સમયને યાદ કરતા લખ્યું,કે "21 વર્ષ વીતી ગયા છે. પણ યાદો તાજા છે. કલાકે ટીવીના સામને આ જણવા માટે બેઠી હતી કે શુ બધુ પૂર્ણ થઇ ચુક્ય છે કે નહી, શું અમારા જવાન સુરક્ષિત છે કે નહી , શું હમે અમારી જમીને છોડાવી લીધી છે કે નહિ.આખરે અમારા દેશને જીત હાસિલ થઇ અને શહીદોના પરિવારની અપૂરીય ક્ષતિ થઇ.
અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા ટૂંક સમયમાં જ કારગિલ હીરો વિક્રમ બત્રાના પાત્રને જીવંત બનાવવા માટે પડદા પર જોવા મળશે. આ દિવસે ભારતીય સૈન્યને સલામી આપતા તેમણે લખ્યું કે, આજે કારગિલ વિજય દિવસ પર હું આપણા વીર સૈનિકોને તેમના અત્યાર સુધીના સતત અને નિસ્વાર્થ બલિદાન માટે અને પીવીસી કેપ્ટન વિક્રમ બત્રાને આપણા દેશની રક્ષા માટે તેમના જીવની આહુતિ આપવા માટે સલામ કરું છું. "
અભિનેતા રણદીપ હૂડાએ કારગિલ યુદ્ધ મેમોરિયલમાંથી ફોટા શેર કરતા લખ્યું ,કે ' શહીદોનું ચિંતાઓ પર લાગશે દર વર્ષે મેળા,વતન પર મિટને વાળાનું આજ બાજી નિશાન થશે કારગિલ વોર મેમોરિયલ- જરૂર દેખે.'