મુંબઇ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે કે કોરોના વાઇરસથી સંક્રમિત થયેલી માતા હવે પહેલા કરતાં સારી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેના ભાઈ રાજુ સહિતના પરિવારના વધુ બે સભ્યો, જેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તે હવે પહેલા કરતા સારા છે.
પોતાની માતાની જૂની તસવીર શેર કરતાં તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "માતા પહેલા કરતાં સારી છે અને રાજુ, રીમા અને વૃંદા પણ સારા છે. ભગવાન દયાળુ છે.
આ માહિતીને ટ્વિટર પર શેર કરતા તેમણે લખ્યું કે, "માતા પહેલા કરતાં વધુ સારી છે. જય શ્રી રામ."
તાજેતરમાં જ એક વીડિયો દ્વારા અનુપમ ખેરે કહ્યું હતું કે તેણે તેની માતાને કહ્યું જ નથી કે તે કોરોના પોઝિટિવ છે. અનુપમની માનીએ તો તેણે તેની માતાને કહ્યું છે કે તેમને ફકત ઇન્ફેકશન લાગ્યો છે. આ સાથે જ વીડિયોમાં અનુપમે પણ બધાને તેના માતા-પિતાનું સન્માન કરાવની પણ વાત કહ્યી છે. તેણે કહ્યું છે કે કેટલીક વખત તમે જે શબ્દો બોલો છો તે લાગણીઓ કરતાં વધારે મહત્વના હોય છે. તેમણે અપીલ કરી હતી કે દરેક જણ પોતાના પ્રેમને વ્યક્ત કરે.
જણાવવામાં આવેતો અનુપમના પરિવારમાં તેમની માતા,તેમનો ભાઈ રાજુ અને તેની પત્ની કોરોના પોઝિટિવ છે. એવું કહેવામાં આવ્યું છે કે રાજુ ખેરની પુત્રી પણ કોરોનાથી સંક્રમિત છે.