મળતી માહિતી પ્રમાણે, 10 ડિસેમ્બર 2017માં ઝાયરા વસીમ એરલાઈન્સ ફ્લાઈટમાં મુસાફરી કરી રહી હતી. તે દરમિયાન વિકાસ સચદેવા નામના વ્યક્તિએ તેની સાથે છેડતી કરી હતી. ઝાયરાએ તેની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ મુંબઈ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પરંતુ તે જામીન પર છૂટી ગયો હતો. પણ આખરે ઝાયરાને ન્યાય મળ્યો છે અને કોર્ટે તેના આરોપીને 3 વર્ષની સજા ફટકારી છે.
ઝાયરા વસીમ છેડતી કેસ મામલે આરોપીને 3 વર્ષની સજા - ઝાયરા વસીમ છેડતી કેસ મામલે આરોપીને 3 વર્ષની સજા
મુંબઈઃ બૉલીવુડનો રૂખ કરી ચૂકેલી અભિનેત્રી ઝાયરા વસીમ સાથે છેડતી કરનાર આરોપીને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી છે. વર્ષ 2017માં ફ્લાઈટની મુસાફરી દરમિયાન આરોપીએ તેની સાથે છેડતી કરી હતી.
ઝાયરાએ પોતાની સાથે થયેલા આ દુરવ્યવહાર વાત સોશિયલ મીડિયા પર પણ જાહેર કરી હતી. તેને એક વીડિઓ શેયર કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે,"એક વ્યક્તિએ તેના 2 કલાકના સફરને નર્ક જેવો બનાવી દીધો હતો. આ ઘટનાને ફોનમાં રિકોર્ડ કરવા માગતી હતી. પણ હું તે ન કરી શકી. તે મને વારંવાર ઉપરથી નીચે સુધી જોયા કરતો હતો. મને ખબર પડી તે મને ખરાબ નજરે જોઈ રહ્યો હતો. તે મારી તરફ ઢળવાનો પ્રયાસ કરી રહ્યો હતો."
ઉલ્લેખનીય છે કે, ઝાયરા વસીમે ગત વર્ષે પોતાની અંગત ધાર્મિક માન્યતાઓના કારણે બૉલીવુડ છોડવાનો નિર્ણય કર્યો હતો. ‘દંગલ’ ફિલ્મથી લોકચાહના મેળવાનાર આ અભિનેત્રી છેલ્લીવાર પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તર અભિનિત ફિલ્મ ‘ ધ સ્કાય ઈઝ પિંક’માં જોવા મળી હતી.