મુંબઈ: કોરોના વાઇરસની મહામારીને પહોંચી વળવા ફિલ્મ ઉદ્યોગ પણ મદદ કરવા તૈયાર થયું છે. યશરાજ ફિલ્મએ રોજિંદા વેતન મેળવનારા મજૂરો માટે મસીહા બની છે. એકતા કપૂરે પોતાનો વાર્ષિક પગાર દાન કર્યો છે. તે પછી યશ ચોપરા ફાઉન્ડેશને દરરોજ કમાતા મજૂરો માટે મદદની જાહેરાત કરી છે.
કોરોના વાઇરસના પગલે દેશમાં લોકડાઉનને સ્થિતિ છે, ત્યાં બોલિવૂડ સેલેબ્સ દરરોજ કમાતા મજૂરોની હતાશાની સ્થિતિમાં મદદે પહોંચ્યાં છે. યશ ચોપરા ફાઉન્ડેશને મજૂરોના બેંક ખાતામાં 5000 રૂપિયા ટ્રાન્સફર કરવાનું નક્કી કર્યું છે, જેથી તેઓને આ મુશ્કેલ સમયમાં થોડીક આર્થિક મદદ મળી શકે. યશ ચોપડા ફાઉન્ડેશન દ્વારા શેર કરેલી માહિતી મુજબ, ફાઉન્ડેશન લગભગ 3000 કામદારોને આર્થિક મદદ કરશે.