મુંબઈ: મંગળવારે અનિલ કપૂર અને સુનીતાના લગ્નને 36 પૂર્ણ થયાં છે. માતા-પિતાની મેરેજ એનિવર્સરી પર અભિનેત્રી સોનમ કપૂરે પેરેન્ટ્સના કેટલાક ફોટો શેર કરી તેમને વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી હતી.
સોનમે ફોટો સાથે લખ્યું હતું કે, "હેપ્પી હેપ્પી એનિવર્સરી પેરન્ટ્સ .. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને તમને ખૂબ જ યાદ કરું છું. લગ્નના 36 વર્ષ અને 11 વર્ષ ડેટિંગ! તમારી લવ સ્ટોરીથી અને તમારા પ્રેમથી આપણો પરિવાર ખીલી ઉઠે છે, કારણ કે નારાજગી ફક્ત ફિલ્મોમાં થાય છે, જીવનમાં નહી. "