- ઈન્સ્ટાગ્રામ પર છોટી કંગના નામનું પેજ થઈ રહ્યું છે ફેમસ
- કંગના રણૌતની ફેન સુમન પુરીએ બનાવ્યું ઈન્સ્ટાગ્રામમાં પેજ
- પેજ પર છોટી કંગના અભિનેત્રીની મિમિક્રીના વીડિયો કરે છે શેર
અમદાવાદઃ સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ સેલિબ્રિટીઝના વિવિધ પ્રકારના ફેન્સને જોવાનો મોકો મળે છે. ત્યારે કેટલાક લોકો અભિનેતા કે અભિનેત્રીની મિમિક્રી કરતા વીડિયો શેર કરતા હોય છે, પરંતુ અત્યારે છોટી કંગનાના વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. જી હાં, ઈન્સ્ટાગ્રામ પર છોટી કંગના નામનું એક પેજ છે, જેમાં કંગના રનૌતની એક ફેન એકદમ કંગના જેવી જ લાગે છે.
સુમન પુરીને જોઈને ચોંકી જશો...
9 વર્ષીય સુમન પુરી નામની બાળકીને જોઈને તમે પણ ચોંકી જશો. હાલમાં જ આ બાળકીએ કંગનાની એક ફિલ્મના સીનનો વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં છોટી કંગના બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત જેવા જ હાવભાવ અને એક્ટિંગ કરી રહી છે.