ન્યૂઝડેસ્ક યર એન્ડર 2021: બોલિવૂડની 'બેબી ડોલ' સની લિયોન આજકાલ મુશ્કેલીમાં છે. સનીના તાજેતરના રિલીઝ થયેલા ટ્રેક 'મધુબન' (sunny leone song madhuban)સામે લોકોનો ગુસ્સો જોવા મળ્યો છે અને ગીતમાંના હિંદુ ધર્મ અને આસ્થા વિરુદ્ધ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સનીના ચાહકોને હજુ પણ આ ગીત ખૂબ જ પસંદ આવી રહ્યું છે. વર્ષ 2021 હવે તેના છેલ્લા દિવસો ગણી રહ્યું છે. તો અમે આ વર્ષે રિલીઝ થયેલા તે 5 સુપરહિટ ગીતો (Year Ender 2021) વિશે વાત કરીશું, જેણે ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું અને સંગીતની દુનિયામાં પણ ધૂમ મચાવી દીધી.
ફિલહાલ-2
'ફિલહાલ' ગીતથી ધમાકો સર્જ્યા પછી, બી-પ્રાક અને જાનીની જોડીએ આ વર્ષે 'ફિલહાલ-2'થી ખૂબ ધૂમ મચાવી હતી. આ વર્ષે 6 જુલાઈના રોજ રિલીઝ થયેલા આ ગીત 'આલમ 2'એ અક્ષય કુમારના ચાહકોની આંખો ભીની કરી દીધી હતી. અક્ષય કુમાર અને નુપુર સેનન સ્ટારર આ ગીતને અત્યાર સુધીમાં 530 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે.
સૈંયાજી
રેપરની દુનિયાના બાદશાહ યો યો હની સિંહે આ વર્ષે ફરી એકવાર ધમાલ મચાવી છે. ચાહકોને આ વર્ષે હની સિંહ અને નેહા કક્કરની જુગલબંધી જોવા મળી. ગીત 'સૈયા જી' વર્ષ 2021ની શરૂઆતમાં 27 જાન્યુઆરીએ રિલીઝ થયું હતું. આ ગીતમાં હની સિંહે બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા સાથે હંગામો મચાવ્યો હતો. આ ગીતને 485 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.
પાનીપાની
પ્રખ્યાત પંજાબી ગાયક અને રેપર બાદશાહનું હિટ ગીત 'પાની-પાની' આ વર્ષે 9 જૂન, 2021ના રોજ રિલીઝ થયું હતું. આ ગીતમાં બોલિવૂડની મિલ્કી બ્યુટી એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસે પોતાની સુંદરતાનો જોરદાર પ્રભાવ પાથર્યો છે. આ ગીતને 600 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.