ગુજરાત

gujarat

ETV Bharat / sitara

વર્લ્ડ થિયેટર ડે: અનુપમ અને નીનાએ શેર કર્યા થ્રોબેક ફોટો, જૂના દિવસોને કર્યા યાદ - વર્લ્ડ થિયેટર ડે

આજે એટલે કે 27 માર્ચને વર્લ્ડ થિયેટર ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વિશેષ પ્રસંગે અભિનેતા અનુપમ ખેર અને અભિનેત્રી નીના ગુપ્તાએ તેમના થિયેટરના જૂના દિવસોને યાદ કરીને તેમના જુના ફોટો શેર કર્યા અને બધાનો આભાર માન્યો હતો.

વર્લ્ડ થિયેટર ડે
anupam

By

Published : Mar 27, 2020, 9:36 PM IST

મુંબઇ: વર્લ્ડ થિયેટર ડે પર થિયેટરના દિગ્ગજ કલાકારો અનુપમ ખેર અને નીના ગુપ્તાએ તેમના દિવસોની જૂની યાદો સાથે તસવીરો શેર કરી હતી.

દર વર્ષે 27 માર્ચે વિશ્વ થિયેટર દિવસ દરેકના જીવનમાં થિયેટરના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે.

આ વિશેષ અવસર પર સ્ટેજ પરના તેમના દિવસોને યાદ કરતાં અનુપમ ખેરે શુક્રવારે ટ્વિટર પર ફોટો શેર કર્યા હતા.

અનુપમે લખ્યું હતું કે, " જો મે થિયેટર નિયમિત ન કર્યા હોત તો હું આટલા વર્ષોથી ફિલ્મોમાં ન હોત. તેથી વર્લ્ડ થિયેટર ડે પર હું મારા બધા શિક્ષકો, સહ-કલાકારો, દિગ્દર્શકો, તકનીકી અને પ્રેક્ષકોને મારો પ્રેમ અને સમર્થન આપવા માંગુ છું. "

અભિનેત્રી નીના ગુપ્તાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અભિનેતા અનુપમ ખેર સાથેની એક તસવીર શેર કરીને આ દિવસ શેર કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details