ન્યૂઝ ડેસ્ક: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (Women's Day 2022) નિમિતે, સુપરસ્ટાર અજય દેવગણે તેમના જીવનની તમામ ખાસ મહિલાઓને હૃદયપૂર્વક એક સંદેશ સમર્પિત ( (Social Media)) કર્યો છે. અજયે એક પોસ્ટ શેર કરી તેની માતા વીણા, તેની બહેનો નીલમ અને કવિતા, તેની પત્ની કાજોલ અને તેની પુત્રી ન્યાસા સહિત તેના જીવનની તમામ ખાસ મહિલાઓને સન્માન આપી આભાર માન્યો છે.
અજય દેવગણે પોતાની જાતને આ રીતે કર્યો પ્રેજન્ટ
એનિમેટેડ ક્લિપ દ્વારા, સિંઘમ અભિનેતાએ પોતાને અજય દેવગણ તરીકે નહીં, પરંતુ 'વીણાના પુત્ર, કવિતા અને નીલમના ભાઈ, કાજોલના પતિ અને ન્યાસાના પિતા' તરીકે ઓળખાણ આપી છે. અજયે પોસ્ટ શેર કરી કહ્યું કે, "આ બધા પાત્ર માટે આપ સૌનો આભાર" #internationalwomensday.
આ પણ વાંચો:IIFA 2022: અબુધાબીમાં યોજાનાર ગાલા એવોર્ડને હોસ્ટ કરી આ સ્ટાર લગાવશે ચાર ચાંદ