તેણે કહ્યું કે લોકો મને કહે છે કે હું માફી માંગું, પરતું પહેલા તેઓ મને જણાવે કે આમા મેં શું ખોટું કર્યું છે.અભિનેતાએ કહ્યું કે લોકો આ ખાલી એક વિવાદ બનાવી રહ્યા છે.વિવેકે કહ્યું કે જેમની ઉપર મીમ બન્યું છે તેમણે કોઇ સમસ્યા નથી.તેણે વધુમાં કહ્યું કે કોઇ ને કાંઇ કામ નથી તેથી કોઇ પણ મુદ્દાને એક વિવાદ બનાવી દે છે.
મમતા દીદીના મીમ બનાવા પર એક યુવતીને જેલમાં નાખી દીધી હતી. લોકો મને પણ જેલ મોકલવા માંગે છે. વિવિકે કહ્યું કે લોકો મારી ફિલ્મ પર રોક ન લગાવી શક્યા તેથી તેઓ હવે કોશિશ કરી રહ્યા છે. ઐશ્વર્યા રાયને લઇ ટ્વિટ કરવા બાદ મહિલા આયોગે વિવેકએ નોટિસ ફટકારી છે. મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે વિવેક ઓબેરોયએ સોશિયલ મીડિયા પર તથા વ્યક્તિગત રૂપે માંફી માંગવી જોઇએ. શર્માએ વધુમાં કહ્યું કે જો અભિનેતા એવું નહીં કરે તો તેમના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. મહિલાએ વિવકને ટ્વિટને હટાવા આદેશ આપ્યા હતા.
વિવેક ઓબોરોયે ઐશ્વર્યા પર મીમ પોસ્ટ કર્યું વિવિકે રવિવારના રોજ એક મીમ પોસ્ટ કર્યું હતું.જેમાં તેણે ઐશ્વર્યા તથા સલમાન ખાનના સંબધોની સરખામણી ઓપિનિયન પોલ સાથે કરી હતી.તો આ બાદ પોતાના તથા ઐશ્વર્યાના સંબધોને EXIT POLL સાથે સરખામણી કરી હતી, તો અભિષેક અને ઐશ્વર્યાને ખરા પરિણામ સાથે સરખાવ્યું હતું. આ મીમને લઇને સોશિયલ મીડિયા પર લોકોએ વિવિકેને ટ્રોલ કર્યા હતા.NCP નેતાએ વિવિકના આ નિવેદનની આલોચના કરી હતી. પાર્ટીએ કહ્યું કે વિવિકે વિરીદ્ધ કાયદાકીય કાર્યવાહી થવી જોઇએ. સવાલ એટલા માટે કરવામાં આવી રહ્યા છે કારણ કે ઐશ્વર્યાનો હવે પોતાનો પરિવાર છે તે એક પરિણીત છે. તેથી આવામાં તેના ભુતકાળના સંબધોને લઇ આવા મીમ ન બનાવા જોઇએ.
વિવેક ઓબોરોયએ ટ્વિટ ડિલીટ કરી માંગી માફી
વિવેક તેનું ટ્વિટ ડિલીટ કરી દીધું છે. તેણે તેના પ્રતમ ટ્વિટમાં લખ્યું કે કેચલાક વાર જે ફની દેખાય છે તે કોઇની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે નથી હોતું.મેં 10 વર્ષ સુધી મહિલાઓ માટે કામ કર્યું છે તેથી હું કોઇ પણ મહિલાનું અપમાન નહીં કરૂ.
વિવેક ઓબોરોયે ઐશ્વર્યા પર મીમ પોસ્ટ કર્યું તેણે બીજા ટ્વિટમાં કહ્યું કે મારા મીમ થી જો કોઇ મહિલાની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો માફી માગું છું