ગુજરાત

gujarat

ETV Bharat / sitara

એકતા કપૂરને સોશિયલ મીડિયા પર મળતી ધમકી સામે મહિલાઓએ કર્યો વિરોધ - એક્તા કપૂરને સોશિયલ મીડિયા પર મળી ધમકી

ફિલ્મ અને ટીવી શૉ નિર્માતા એકતા કપૂરને સોશિયલ મીડિયા પર કેટલાક શંકાસ્પદ દ્રશ્યો માટે દુષ્કર્મ અને મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. ત્યારે મહિલાઓ એકતા કપૂરની સમર્થનમાં આવી છે અને સોશિયલ મીડિયા પર મળી રહેલી ધમકીઓ સામે વિરોધ કરી રહી છે.

ekta
ekta

By

Published : Jun 6, 2020, 8:38 PM IST

મુંબઈઃ ફિલ્મ અને ટીવી શૉના નિર્માતા એકતા કપૂર તેની વેબ સીરિઝ 'ટ્રિપલ એક્સ 2'ને લઈ વિવાદમાં ફસાઈ છે. જેના પગલે તે સોશિયલ મીડિયા પર તે લોકોના રોષનો ભોગ બની છે.

સોશિયલ મીડિયા પર કેટલાંક લોકોએ હદ વટાવી દીધી છે. તેઓ સોશિયલ મીડિયા પર એક્તા કપૂરને મારી નાખવાની અને દુષ્કર્મની ધમકી આપી રહ્યાં છે. જો કે, મહિલાઓ એક્તા કપૂરના સમર્થનમાં આવી છે અને સોશિયલ મીડિયા પર મળી રહેલી ધમકીઓ સામે વિરોધ કરી રહી છે.

જ્યારે કેટલાક લોકોએ મહિલા પર દુષ્મકર્મની ધમકી આપવાની પ્રકૃતિ પર સવાલ ઉઠાવ્યા છે, તો કેટલાક લોકોએ મહિલા સેલમાંથી પોલીસને ફોન કરીને પરિસ્થિતિ સંભાળવા તેમજ તેમના હેન્ડલ્સને ટેગ કરીને સમર્થન બતાવ્યું છે.

તો બીજી તરફ, કેટલાક, લોકોએ હકીકતો રજૂ કરતી વખતે આ દ્રશ્યો ઉભા કરવાની જરૂરિયાત પર પણ સવાલ ઉભા કર્યા છે. કારણ કે, આ દ્રશ્યો પહેલાથી જ દૂર થઈ ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, બિગ બોસ 13 ના પૂર્વ સ્પર્ધક હિન્દુસ્તાની ભાઉએ એક જ વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે તેણે એકતા કપૂરની એકતા કપૂરની ઓટીટી પ્લેટફોર્મ અલ્ટ બાલાજીની વેબ સિરીઝ 'ટ્રિપલ એક્સ 2' અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ABOUT THE AUTHOR

...view details