- હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર પરેશ રાવલે ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કર્યું શરૂ
- મૂળ ગુજરાતી પરેશ રાવલ 40 વર્ષ પછી કોઈ ગુજરાતી ફિલ્મમાં દેખાશે
- પરેશ રાવલે ગુજરાતી ફિલ્મ 'ડિઅર ફાધર'નું શૂટિંગ શરૂ કર્યું
ન્યૂઝ ડેસ્ક: પહેલા થિયેટર પછી હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયથી કલાકાર પરેશ રાવલે (Paresh Rawal) હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું અલગ જ સ્થાન બનાવ્યું છે. વિલન હોય કે કોમેડીયન તમામ પાત્રમાં પરેશ રાવલે દર્શકોને મજા કરાવી છે. પરેશ રાવલે હિન્દી સિનેમામાં અનેક મોટા મોટા કલાકારો સાથે કામ કર્યું છે. હિન્દી ફિલ્મોમાં શરૂઆતમાં વિલનની ભૂમિકામાં જોવા મળતા પરેશ રાવલે હેરાફેરી ફિલ્મમાં કરેલી કોમેડીથી દર્શકોને પેટ પકડીને હસાવ્યા હતા. ત્યારે હવે પરેશ રાવલ 40 વર્ષ પછી ફરી એક વાર ગુજરાતી ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યા છે. ગુજરાતી ફિલ્મની અભિનેત્રી માનસી પારેખે (Mansi Parekh) ઈન્સ્ટાગ્રામ પર પરેશ રાવલ સાથે ફોટો શેર કરીને આ માહિતી આપી હતી.
આ પણ વાંચો: પરેશ રાવલના પુત્ર આદિત્ય રાવલની ફિલ્મ 'બમફાડ'થી ધમાકેદાર એન્ટ્રી