ગુજરાત

gujarat

ETV Bharat / sitara

માતા-પિતાના પ્રોત્સાહનથી 9 વર્ષનો વૈદિક બન્યો ચાઇલ્ડ એક્ટર, જુઓ વિશેષ અહેવાલ... - પોરબંદરનો બાળ કલાકાર

પોરબંદરના બાળ કલાકારે સાબિત કરી આપ્યું કે, કળા દરેક વ્યક્તિની અંદર છૂપાયેલી હોય છે. મૂળ પોરબંદરના અને હાલ મુંબઈમાં કુરિયરનો વ્યવસાય કરનારા સંદીપભાઈના 9 વર્ષીય પુત્ર અનેક સિરિયલોમાં કામગીરી કરી ચૂક્યો છે. જેથી ETV BHARATએ આ બાળ કલાકાર સાથે ખાસ ચર્ચા કરી હતી.

ETV BHARAT
માતા-પિતાના પ્રોત્સાહનથી 9 વર્ષનો વૈદિક બન્યો ચાઇલ્ડ એક્ટર, જુઓ વિશેષ અહેવાલ...

By

Published : Jun 14, 2020, 6:04 PM IST

પોરબંદરઃ માતા-પિતાના પ્રોત્સાહનના કારણે મૂળ પોરબંદરનો અને હાલ મુંબઈમાં રહેનારા બાળકે અભિનય ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. આ બાળ કલાકારને શરૂઆતના દિવસોમં ઓડિશન માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડતું હતું, પરંતુ હવે કલાકારને સામેથી એક્ટિંગની ઓફરો આવી રહી છે.

માતા-પિતાના પ્રોત્સાહનથી 9 વર્ષનો વૈદિક બન્યો ચાઇલ્ડ એક્ટર

આ કલાકાર જાતે એક્ટિંગ શીખ્યો છે અને એક્ટિંગ પ્રત્યે ખૂબ જ રસ ધરાવે છે. આ કલાકારની ઈચ્છા મોટો થઈને સલમાન ખાન જેવો હિરો બનવાની છે. રસપ્રદ વાત તો એ છે કે, આ બાળ કલાકાર એક્ટિગમાં વ્યસ્ત હોવાથી સિરિયલના સેટ પર પણ પોતાનું હોમવર્ક કરે છે.

માતા સાથે વૈદિક

સૌ પ્રથમ વૈદિક એડ કંપનીઓના ઓડિશનમાં પાસ થયો હતો અને અનેક એડ કંપનીમાં કામ કર્યા બાદ કલાકારે ધીમે-ઘીમે સિરિયલોમાં એક્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં આ બાળ કલાકારે બેરિસ્ટર બાબુ, મનમોહિની, યે હે ચાહતે, તારક મહેતા કા ઉલટા ચશ્માં, વારીસ, દિલ દે કે દેખો, સસુરાલ સીમર કા, કુમકુમ ભાગ્ય અને સરોજિની જેવી અનેક સિરિયલોમાં ભૂમિકા ભજવી છે.

વૈદિક

હાલ લોકડાઉનમાં બાળ કલાકાર પોતાના માદરે વતન પોરબંદર આવ્યો છે. આ બાળ કલાકારે જણાવ્યું કે, તેને પોરબંદર ખૂબ પસંદ આવ્યું છે.

વૈદિક

બાળ કલાકાર વૈદિકના માતા જયશ્રીબેને જણાવ્યું હતું કે, શરૂઆતમાં ઓડિશન વખતે કલાકો સુધી રાહ જોવી પડતી હતી. આ ઉપરાંત ઘણી વખત શૂટિંગ વખતે પણ સમય આપવો પડે છે. જેથી આ તમામ બાબતમાં માતા-પિતાનો સહયોગ જરૂરી છે. આમ જો દરેક માતા-પિતા પોતાના બાળકમાં રહેલી કળાને પ્રોત્સાહિત કરે, તો બાળકમાં રહેલી પ્રતીભા ઝળકી શકે છે.

ABOUT THE AUTHOR

...view details