ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સરોજ ખાનના નિધન પર બી-ટાઉન સેલેબ્સે શોક વ્યક્ત કર્યો

બોલીવુડની ફિલ્મોમાં કોરિયોગ્રાફરના પદને ઓળખ આપનાર દિગ્ગજ ડાન્સ ડિરેક્ટર સરોજ ખાને 71 વર્ષની ઉંમરે આ દુનિયાને વિદાય આપી હતી. તેમના નિધનના સમાચારથી દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બી-ટાઉન સેલેબ્સે પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.

saroj khan
saroj khan

By

Published : Jul 3, 2020, 6:09 PM IST

મુંબઈ: અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને ફરાહ ખાન સહિત બોલીવુડની અનેક હસ્તીઓ કોરિયોગ્રાફર સરોજ ખાનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

હૃદયરોગના હુમલાને પગલે કોરિયોગ્રાફરનું નિધન થયું હતું. શ્વાસની ફરિયાદ બાદ ઘણા દિવસો સુધી સરોજ ખાનને બાંદ્રાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે 1.30 વાગ્યે તેમનું અવસાન થયું હતું.

દુખ વ્યક્ત કરતાં અમિતાભ બચ્ચને લખ્યું, "ટી 3582- પ્રાર્થના, હાથ જોડાયેલા છે, મન અશાંત"

અક્ષય કુમારે પણ દુખ વ્યક્ત કરતા કહ્યું, " આ દુખદ સમાચાર સાથે સવારે ઉઠ્યો કે મહાન કોરીયોગ્રાફર હેશટેગ સરોજખાનજી આ દુનિયા છોડી ચાલ્યા ગયા. તેમણે ડાન્સને સરળ કર્યો હતો, જેમ કોઈ પણ ડાન્સ કરી શકે. એક મોટું નુકસાન છે." તેમના આત્માને શાંતિ મળે. "

કૃણાલ કોહલીએ લખ્યું કે, હિન્દી સિનેમાએ તેની શૈલી ગુમાવી હેશટેગ સરોજખાન.

ફરાહ ખાને લખ્યું કે, "સરોજ જી, તમારા આત્માને શાંતિ મળે, તમે મારા સહિત ઘણા લોકોની પ્રેરણા હતા. ઘણા ગીતો માટે આભાર. હેશટગ સરોજખાન."

જેનેલિયા દેશમુખ: "સરોજ જી, તમારા આત્માને શાંતિ મળે. હું ભગવાનનો આભાર માનવા માંગુ છું, કે તમારા દ્વારા કોરિયોગ્રાફ થવાનો મને અવલર મળ્યો. મારી પ્રાર્થના પરિવાર સાથે છે. હેશટગ સરોજખાન.

રિતેશ દેશમુખ: "સરોજખાનજી, આત્માને શાંતિ મળે. ફિલ્મપ્રેમીઓ માટે આ ખોટ છે. 2000 ગીતો પર નૃત્ય નિર્દેશન કર્યા પછી, તેણીએ સોલો ગીતોનો લેન્ડસ્કેપ બદલ્યો. હું અલાદિનમાં તેનું નૃત્ય નિર્દેશન કરવાનો ભાગ્યશાળી છું. "

ABOUT THE AUTHOR

...view details