ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'લૂપ લપેટા' ના નિર્માતાઓનો તાપસી પન્નુએ આભાર માન્યો - દોબારા

અભિનેત્રી તાપસી પન્નુએ તેની આગામી ફિલ્મ "લૂપ લપેટા"નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. તેમના ઇન્સ્ટા એકાઉન્ટમાં પોસ્ટ કરીને તેણે ફિલ્મના નિર્માતાઓનો આભાર માન્યો છે.

Taapsee
Taapsee

By

Published : Feb 15, 2021, 1:24 PM IST

  • તાપસીએ "લૂપ લપેટા"નું શૂટિંગ પૂર્ણ કર્યું
  • તાપસીએ ઈન્સ્ટા એકાઉન્ટમાં પોસ્ટ કરીને તેણે ફિલ્મના નિર્માતાઓનો આભાર માન્યો
  • તાપસીની આગામી ફિલ્મ છે અનુરાગ કશ્યપ સાથે, દોબારા

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ તાજેતરમાં 'લૂપ લપેટા'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રીએ એક પોસ્ટ શેર કરી હતી અને ફિલ્મના નિર્માતાઓને પ્રોજેક્ટનો એક ભાગ બનાવવા બદલ આભાર માન્યો હતો.

"લૂપ લપેટા" એવી એક ફિલ્મ છે જે તેને ભાગ્ય દ્વારા મળી: તાપસી

અભિનેત્રી તરીકેની તેની સફર વિશે વાત કરતા તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, "હું થોડીક ફિલ્મ્સની પાછળ ભાગી અને કેટલીક મારી પાસે આવી" તાપસીએ કહ્યું કે, "લૂપ લપેટા" એવી એક ફિલ્મ છે જે તેને ભાગ્ય દ્વારા મળી.

તાપસીની આગામી ફિલ્મ છે અનુરાગ કશ્યપ સાથે, દોબારા

33 વર્ષીય અભિનેત્રીની પોસ્ટને તેના ફોલોઅર દ્વારા એક લાખથી વધુ લાઈક્સ આપવામાં આવી હતી. તાપેસીએ તાજેતરમાં ડિરેક્ટર અનુરાગ કશ્યપ સાથે પ્રોજેક્ટની ઘોષણા કરી, જેનું નામ છે 'દોબારા'

ABOUT THE AUTHOR

...view details