મુંબઈઃ લોકડાઉન વચ્ચે આજે જન્મદિવસ મનાવી રહેલા અભિનેતા વરૂણ ધવન એકલા રહેવા નથી ઈચ્છતા. એટલે તેણે ઈન્સ્ટા લાઈવ દ્વારા ફેન્સ સાથે મળીને વર્ચ્યુઅલ બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યુ છે.
સોશિયલ મીડિયા પર માહિતી શેયર કરતી વખતે અભિનેતાએ ચાહકોને આમંત્રણ આપ્યું છે. જેમાં તેમણે લખ્યું હતું કે, 'કોણ કહે છે, હું એકલો છું. કોણ કહે છે કે તમે એકલા છો. હું મારા જન્મદિવસ પર તમારી સાથે લાઇવ આવું છું. 24 એપ્રિલ, 2020ના રોજ સાંજે 4 વાગ્યે.