મુંબઈઃ હિન્દી સિનેમાના મહાન એક્ટ્રેસ નરગીસ દત્ત પોતાના ફિલ્મી કેરિયરમાં એક થી એક હીટ ફિલ્મ આપી હતી. 5 વર્ષની ઉંમરમાં બાળ કલાકાર તરીકે તેમણે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. નરગીસ દત્તે 'શ્રી 420', 'મધર ઈન્ડિયા' , 'ચોરી ચોરી', 'આવારા' જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યુ હતું.
1957માં આવેલી તેમની મધર ઈન્ડિયા ફિલ્મ બાદ તેમણે સુનીલ દત્ત સાથે લગ્ન કર્યાા હતાં. 3 મે 1981માં 58 વર્ષે ખબર પડી કે નરગીસને કેન્સર છે, જેને કારણે તેમનું નિધન થયું હતું. આજે નરગીસ દત્તની 39મી ડેથ એનિવર્સરી છે. એવામાં તેમના પુત્ર સંજય દત્તે એક ભાવુક પોસ્ટ લખી માતા સાથેની તસવીર શેર કરી છે.