ગુજરાત

gujarat

ETV Bharat / sitara

શું પ્રભાસ મિશન ઈમ્પોઝિબલ 7માં ટોમ ક્રુઝ સાથે જોવા મળશે? - હોલિવુડ સુપરસ્ટાર ટોમ ક્રુઝ

બાહુબલી ફિલ્મથી આખા વિશ્વમાં પોતાની ઓળખની ઝંડો ફરકાવનારા પ્રભાસને આજે દરેક વ્યક્તિ ઓળખે છે. જોકે, પ્રભાસના ફેન્સ માટે એક મોટા સમાચાર આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અત્યારે સોશિયલ મીડિયા પર એવા સમાચાર વહેતા થયા છે કે, પ્રભાસ હોલિવુડ સુપરસ્ટાર ટોમ ક્રુઝની ફેમસ સિરીઝની આગામી એક્શન ફિલ્મ મિશન ઈમ્પોસિબલ 7માં એક મહત્વપૂર્ણ પાત્રમાં જોવા મળી શકે છે. શું ખરેખર પ્રભાસ હોલિવુડ ફિલ્મમાં જોવા મળશે? જુઓ.

શું પ્રભાસ મિશન ઈમ્પોઝિબલ 7માં ટોમ ક્રુઝ સાથે જોવા મળશે?
શું પ્રભાસ મિશન ઈમ્પોઝિબલ 7માં ટોમ ક્રુઝ સાથે જોવા મળશે?

By

Published : May 27, 2021, 10:18 AM IST

  • પ્રભાસ હોલિવુડ સુપરસ્ટાર ટોમ ક્રુઝ સાથે ફિલ્મમાં દેખાય તેવી શક્યતા
  • પ્રભાસ હોલિવુડ ફિલ્મમાં કામ કરશે તેવા સમાચાર સોશિયલ મીડિયા પર વાયુવેગે વાઈરલ થયા
  • મિશન ઈમ્પોસિબલ 7ના ડિરેક્ટરે કહ્યું, પ્રભાસ અમારી સાથે કામ કરશે તે સમાચાર ખોટા છે

ભારતમાં પ્રખ્યાત કલાકારોમાં પ્રભાસનું નામ પણ શામેલ છે. પ્રભાસના નામથી કદાચ જ કોઈ પરિચીત નહીં હોય. બાહુબલી ફિલ્મની સફળતા પછી પ્રભાસની ખ્યાતિ આંતરરાષ્ટ્રિય લેવલ સુધી પહોંચી છે. ત્યારે અત્યારે એક એવા સમાચાર આવ્યા છે, જેનાથી પ્રભાસના ફેન્સ ખૂબ જ ખુશ જોવા મળશે. જી, હાં પ્રભાસ હોલિવુડ સુપરસ્ટાર ટોમ ક્રુઝની ફેમસ સિરીઝની આગામી એક્શન ફિલ્મ મિશન ઈમ્પોસિબલ 7માં એક મહત્વપૂર્ણ પાત્રમાં જોવા મળી શકે છે.

આ પણ વાંચો-રકુલ પ્રિત સિંઘ સહિત અર્જુન કપૂર મંબઇમાં થયો સ્પોટેડ

પ્રભાસે ઈટલીમાં શૂટિંગ દરમિયાન હોલિવુડ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી હોવાની ચર્ચા

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રભાસ મિશન ઈમ્પોસિબલ 7માં એક મહત્વપૂર્ણ પાત્રમાં જોવા મળી શકે છે. જોકે, પ્રભાસ કે મિશન ઈમ્પોસિબલની ટીમ તરફથી આ સમાચારની પુષ્ટિ કરવામાં નથી આવી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પ્રભાસે મિશન ઈમ્પોસિબલ 7ની ટીમ સાથે ઈટલીમાં તે સમયે મુલાકાત કરી હતી. જ્યારે તે પોતાની આગામી ફિલ્મ રાધે શ્યામની શૂટિંગ કરી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, ડિરેક્ટર મેકરીએ પ્રભાસને ત્યાં સ્ક્રિપ્ટનું નરેશન પણ આપ્યું હતું.

આ પણ વાંચો-પ્રિયંકા-નિકનો ગ્લેમરસ BBMA લુક જીતી રહ્યો છે બધાના દિલ

મિશન ઈમ્પોસિબલ 7ના ડિરેક્ટરે પ્રભાસના ફેનને આપ્યો જવાબ

જોકે, આ સમાચાર મિશન ઈમ્પોસિબલ 7ના ડિરેક્ટર ક્રિસ્ટકર મેકરી સુધી પહોંચ્યા તો તેમણે ટ્વિટ કરી આ સમાચારને ખોટા ગણાવ્યા હતા. પ્રભાસના એક ફેનના સવાલનો જવાબ આપતા મેકલીએ કહ્યું હતું કે, પ્રભાસ ખૂબ જ હોંશિયાર વ્યક્તિ છે, પરંતુ હું તેને ક્યારેય મળ્યો નથી. ઈન્ટરનેટ પર તમારું સ્વાગત છે.

ABOUT THE AUTHOR

...view details