ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મુંબઈ પોલીસ પ્રોફેશનલ રીતે સુશાંત કેસની તપાસ કરી રહી છે: ગૃહપ્રધાન અનિલ દેશમુખ

સુશાંત કેસમાં મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું છે કે, "મુંબઈ પોલીસ આ કેસની વ્યવસાયિક ધોરણે તપાસ કરી રહી છે". આ સાથે તેમણે કહ્યું કે, આ કેસની તપાસ અંગે છેલ્લી સુનાવણી સુપ્રિમ કોર્ટમાં 11 ઓગસ્ટે છે. આ મામલે સુપ્રીમ કોર્ટનો જે પણ નિર્ણય આવશે. અમે તેનું પાલન કરીશું.

will-abide-by-scs-decision-maharashtra-minister-on-sushants-case
મુંબઈ પોલીસ પ્રોફેશનલ રીતે સુશાંત કેસની તપાસ કરી રહી છે: અનિલ દેશમુખ

By

Published : Aug 8, 2020, 6:18 PM IST

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખનું એક નિવેદન બહાર આવ્યું છે. સુશાંત કેસમાં મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું છે કે, "મુંબઈ પોલીસ આ કેસની વ્યવસાયિક ધોરણે તપાસ કરી રહી છે". આ સાથે તેમણે કહ્યું કે, આ કેસની તપાસ અંગે છેલ્લી સુનાવણી સુપ્રિમ કોર્ટમાં 11 ઓગસ્ટે છે. આ મામલે સુપ્રીમ કોર્ટનો જે પણ નિર્ણય આવશે. અમે તેનું પાલન કરીશું.

સુશાંતના ચાહકોએ સીબીઆઈ તપાસની માંગ કરી હતી અને સોશિયલ મીડિયાના વિવિધ અભિયાનો શરૂ કરાયા હતા. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મુંબઈ પોલીસ આ કેસની યોગ્ય રીતે તપાસ કરવામાં નિષ્ફળ ગઈ છે.

જ્યારે સુશાંતના પિતાએ પટનામાં રિયા ચક્રવર્તી સહિત 6 લોકો પર તેમના પુત્રના પૈસા પડાવી લેવાની અને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવતા એફઆઈઆ નોંધાવી હતી. તે પછી સુશાંતના પરિવારની વિનંતી પર બિહારના મુખ્યપ્રધાને ક્રેન્દ્રને સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી.

હવે સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણી 11 ઓગસ્ટના રોજ છે. જેમાં તપાસના અધિકારક્ષેત્રને સ્પષ્ટ કરવામાં આવશે. જો કે કેસ સીબીઆઈના પાસે છે. પરંતુ મુંબઈ પોલીસ તેની સાથે કામ કરશે કે નહીં, તે 11 ઓગસ્ટે જ જાણી શકાશે.

ABOUT THE AUTHOR

...view details