મુંબઇ: સોશિયલ મીડિયા (Social Media) પર હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં મલાઇકા અને અરબાઝ (Malika Arora And Arbaz Khan) એરપોર્ટ પર સાથે જોવા મળે છે. બન્ને ભલે એકબીજાથી અલગ થઇ ગયાં હોય, પરંતુ કોઇ એવું છે જેના માટે ફરી તે સંગ નજર આવ્યાં છે. જાણો કોણ છે તે....
મલાઇકા અને અરબાઝ એરપોર્ટ પર દેખાયા સાથે
મલાઈકા અરોરા અને અરબાઝ ખાન ભલે એકબીજાથી અલગ થઈ ગયા હોય, પરંતુ તેઓ તેમના પુત્ર અરહાન માટે હજુ પણ એક છે. બન્ને પોતાની લાઈફમાં ગમે તેટલા વ્યસ્ત હોય, પરંતુ જ્યારે પુત્રની વાત આવે, ત્યારે તેઓ એક ખડકની જેમ સાથે ઉભા જોવા મળે છે. મલાઈકા અને અરબાઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ તેમના પુત્ર અરહાન ખાનને છોડવા માટે મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પહોંચ્યા છે.
આ પણ વાંચો:Lata Mangeshkar Passed Away: લતાજીના નિધન પર બોલ્ડ તસવીર શેર કરી ફસાઇ આ અભિનેત્રી, યુઝર્સે કહ્યું.....
વાયરલ વીડિયો પર લાખો લાઈક્સ
વીડિયોમાં અરબાઝ અને મલાઈકા એકબીજા સાથે વાત કરતા પણ જોઈ શકાય છે. સાથે જ અરહાન પણ તેના મિત્રોને મળી રહ્યો છે. થોડા જ સમયમાં આ પોસ્ટ પર લાખો લાઈક્સ આવી ગઇ છે, જેના પર લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ફેન્સે આપી કઇક આવી પ્રતિક્રિયા
વીડિયો પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, "તમે બન્ને કેમ લડી રહ્યા છો", જ્યારે બીજાએ લખ્યું, "મલાઈકા અર્જુન કરતા અરબાઝ સાથે સારી લાગે છે". તો અન્ય એક યુઝર લખે છે, "ડિવાર્સ પછી પણ બાળકો તેમના માતા-પિતા માટે અમૂલ્ય ભેટ છે, જે બન્ને વચ્ચેના જોડાણને જાળવી રાખે છે". આવી અનેક પ્રતિક્રિયાઓ આ વીડિયો પર આવી છે. અરબાઝ ખાનથી અલગ થયા બાદ મલા
આ પણ વાંચો:લતા મંગેશકરના નિધન પર અક્ષય અને ટાઈગરની ફિલ્મ વિશે કરાઈ મોટી જાહેરાત