ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Bollywood Gossip: જૂઓ શા માટે ઐશ્વર્યા રાયે સલમાન ખાનને કહ્યો સૌથી હેન્ડસમ મેન? - સિમી ગ્રેવાલ

બૉલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાયે(Aishwarya rai) સિમી ગ્રેવાલના એક ચેટ શો (Simi Garewal Show)માં આપેલા જવાબનો એક વીડિયો હાલમાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. તેમાં સિમી ગ્રેવાલ ઐશ્વર્યા રાયને "સૌથી હેન્ડસમ કોણ છે" તેવો પ્રશ્ન પૂછ્યો હતો. તેના જવાબમાં ઐશ્વર્યાએ સલમાન ખાન(Salmaan khan)નું નામ આપ્યું હતું. ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે, હું એવા વ્યક્તિનું નામ લેવા માગીશ કે જે હાલમાં જ ઈન્ડિયન મેનની લિસ્ટમાં ઈન્ટરનેશનલી પસંદ કરવામાં આવ્યો છે અને તે છે...સલમાન ખાન.

(Bollywood News)
(Bollywood News)

By

Published : Jun 25, 2021, 6:03 PM IST

  • ઐશ્વર્યા રાયે સલમાનને ગણાવ્યો સૌથી હેન્ડસમ મેન
  • ઐશ્વર્યાનો જૂનો વીડિયો થઈ રહ્યો છે વાઈરલ
  • એક ચેટ શોમાં ઐશ્વર્યાએ સલમાન અંગે કરી હતી ટિપ્પણી

ન્યૂઝ ડેસ્ક (Bollywood News): બૉલિવૂડના અભિનેતા સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના રિલેશનશિપ અને બ્રેકઅપના ઘણા સમાચાર ચર્ચામાં રહી ચૂક્યા છે. જો કે, હવે બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે. હાલમાં બંને એક બીજા સાથે વાત કરે છે કે, નહીં તે અંગે તો તેમને જ ખબર. બાકી જ્યારે પણ ઐશ્વર્યાનો ઉલ્લેખ થાય ત્યારે સલમાન તેનું નામ સન્માન સાથે લે છે. હાલમાં જ સલમાન અને ઐશ્વર્યાની ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'ને 22 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ઐશ્વર્યાનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેણે સૌથી હેન્ડસમ મેન તરીકે સલમાન ખાનનું નામ આપ્યું હતું. એક ચેટ શોમાં ઐશ્વર્યાને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: વિવેક ઓબેરોયે ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાની સલામતી માટે પ્રાર્થના કરી

2001માં સલમાન અને ઐશ્વર્યાના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા

ઐશ્વર્યા રાય અને સલમાન ખાન વચ્ચે વર્ષ 1999માં ડેટિંગ શરૂ થઈ હતી. જો કે, આ ઈન્ટરવ્યૂ તે સમયનો છે જ્યારે વર્ષ 2001માં બંનેના બ્રેકઅપના સમાચાર આવી રહ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, સંજય લીલા ભણસાલીના સેટ્સ પર બંને વચ્ચે રિલેશનશિપની શરૂઆત થઈ હતી. જો કે, 18 જૂને તે ફિલ્મને 22 વર્ષ પૂર્ણ થયા હતા, જેને યાદ કરતા ઐશ્વર્યા રાય અને સલમાન ખાન બંનેએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો હતો. જોકે, ઐશ્વર્યાએ શેર કરેલા ફોટોમાંથી સલમાન ગાયબ હતો. જ્યારે સલમાન ખાને શેર કરેલા ફોટોમાંથી ઐશ્વર્યા ગાયબ હતી.

ABOUT THE AUTHOR

...view details