મુંબઇ: નિર્દેશક મિલન લુથરિયાએ વર્ષ 2010માં આવેલી હિટ ફિલ્મ 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ'માં અભિનેતા અજય દેવગણ અને ઇમરાન હાશ્મી ને કાસ્ટ કરવા માટે તેમની સમક્ષ શરત મૂકી હતી કે તેઓ તેમના મહેનતાણા માં ઘટાડો કરે, કારણકે મિલન એ વખતે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતાં.
તેમને તે વર્ષના એપ્રિલમાં આ ફિલ્મનો આઈડિયા મળ્યો હતો. વાર્તા અધૂરી હતી પરંતુ રસપ્રદ હતી. તે વખતે મંદી ચાલી રહી હતી જેના કારણે અનેકવાર ફિલ્મના બજેટમાં ફેરફાર કરવા પડ્યા હતા.