ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ભૂજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા ફિલ્મમાં કોના કહેવાથી અજય દેવગનને મુખ્ય ભૂમિકામાં લેવામાં આવ્યાં? - Bollywood Films

બોલીવૂડ અભિનેતા અજય દેવગનની ફિલ્મ 'ભૂજ- ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા' આ શુક્રવારે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, અજય દેવગનને આ ફિલ્મમાં વિજય કર્ણિકના રોલ માટે કેમ પસંદ કરવામાં આવ્યા હતાં.

ભૂજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા ફિલ્મમાં કોના કહેવાથી અજય દેવગનને મુખ્ય ભૂમિકામાં લેવામાં આવ્યાં?
ભૂજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા ફિલ્મમાં કોના કહેવાથી અજય દેવગનને મુખ્ય ભૂમિકામાં લેવામાં આવ્યાં?

By

Published : Aug 13, 2021, 12:41 PM IST

'ભૂજ- ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા' આ શુક્રવારે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ

આ ફિલ્મમાં વિજય કર્ણિકના રોલ માટે કેમ પસંદ કરવામાં આવ્યાં અજય દેવગન

સ્ક્વાડ્રન લિડર વિજય કર્ણિકે આપ્યું નામ



અમદાવાદઃ અભિનેતા અજય દેવગનની ફિલ્મ 'ભૂજ- ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા' આ શુક્રવારે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા તૈયાર છે. ત્યારે ફિલ્મને લઈને પહેલાથી જ લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે, પરંતુ તમને ખબર છે કે, આ ફિલ્મમાં સ્ક્વાડ્રન લિડર વિજય કર્ણિકનું પાત્ર ભજવનારા અજય દેવગનની આ ફિલ્મ માટે પસંદગી કેમ થઈ હતી. તો આપને જણાવીએ કે, ફિલ્મના નિર્દેશક અભિષેક દુધૈયાએ કહ્યું હતું કે, તેમણે સ્ક્વાડ્રન લિડર વિજય કર્ણિક સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે જ આ ફિલ્મમાં તેમનું પાત્ર ભજવવા માટે અજય દેવગનનું નામ આપ્યું હતું. ત્યારબાદ ફિલ્મની વાર્તા અજય દેવગનને સંભળાવવામાં આવી હતી. તો અજયે તરત જ આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી હતી.



નિર્દેશક અભિષેક દુધૈયાએ બાળપણમાં આ વાર્તા સાંભળી હતી
આ ફિલ્મમાં અજય દેવગન સહિત સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, નોરા ફતેહી, શરદ કેલકર અને પ્રણિતા સુભાષની મહત્ત્વની ભૂમિકા છે. આ ફિલ્મને અભિષેક દુધૈયાએ નિર્દેશિત કરી છે. તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મ બનાવવાનો આઈડિયા તેમની દાદીની વાર્તાથી આવ્યો હતો. જોકે, તેમની દાદીએ આ ઘટનામાં ભાગ લીધો હતો. તેના કારણે તેઓ બાળપણમાં આ વાર્તા સાંભળતા હતા. જ્યારે અભિષેક દુધૈયાને ફિલ્મ બનાવવાની તક મળી તો તેમણે આ ફિલ્મની પસંદગી કરી હતી. આ ફિલ્મ વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ પર આધારિત છે, જેમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી. જોકે, આ ફિલ્મને જોઈને સ્ક્વાડ્રન વિજય કર્ણિક અનેક વખત ભાવુક થઈ ગયા હતાં.

આ પણ વાંચોઃ અજય દેવગણની પુત્રી ન્યાસાએ ભૂજઃ ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયાના પ્રિમિયર પર કર્યો ડાન્સ, વાઇરલ થયો વીડિયો

આ પણ વાંચોઃ Bhuj The Pride of India Movie: ઓનલાઇન અને સ્ટાર કાસ્ટ, ટ્રેલર, રિલીઝ ડેટ ક્યાં અને કેવી રીતે જોવી

ABOUT THE AUTHOR

...view details