ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અમિતાભ બચ્ચનની આઈકોનિક ફ્રેન્ચ દાઢી કોણે ડીઝાઈન કરી હતી? જાણો છો… - અમિતાભ બચ્ચન ન્યૂ લૂક

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી સફળ અને લોકપ્રિય હીરો છે. ફિલ્મોની શરૂઆતમાં તેમને ‘એંગ્રી યંગ મેન’નો દરજ્જો મળ્યો હતો. પછી 2000ની સાલમાં તેમણે તેમની ઈમેજ બદલવાનો નિર્ણય કર્યો હતો અને ક્લીન શેવ લૂકની જગ્યાએ ફ્રેન્ચ દાઢી રાખી હતી.

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન

By

Published : Aug 6, 2021, 7:19 PM IST

  • અમિતાભ બચ્ચનના લૂકનો ખુલાસો
  • અમિતાભના ફ્રેન્ચકટ બીયર્ડ અંગે ડાયરેક્ટર મહેરાએ કર્યો ખુલાસો
  • 2000ની સાલમાં તેમણે પોતાની ઈમેજ બદલી હતી આ રીતે

ન્યૂઝ ડેસ્ક:વર્ષ 2001માં અમિતાભની (Amitabh Bachchan) ફિલ્મ ‘અક્સ’ રિલીઝ થઈ હતી, જેમાં તેઓ ફ્રેન્ટ બિયર્ડ લૂકમાં જોવા મળ્યા હતાં. જો કે, કેટલાય લોકોને આ વાતથી અજાણ છે કે તેમના આ લૂકની પાછળ કોનું દિમાગ હતું. આ સીક્રેટનો ખુલાસો ડાયરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મેહરાએ પોતાના પુસ્તક The Stranger In The Mirrorમાં કર્યો છે.

આ પણ વાંચો- Bollywood Gossip: જાણો, પૌત્રી નવ્યા નંદાએ BigBના ફોટો પર કેવી કરી કમેન્ટ...

રાકેશ ઓમપ્રકાશ મેહરાએ કરી ફ્રેન્ટ બિયર્ડ ડિઝાઈન

બિગ બીએ પુસ્તકમાં એક જગ્યાએ લખ્યું છે કે તે રાકેશ જ હતાં કે જેમણે ફિલ્મ ‘અક્સ’ માટે ફ્રેન્ટ બિયર્ડ ડિઝાઈન કરી હતી. ત્યારથી મે તે દાઢીને હટાવી નથી. તેમજ રાકેશે બિગ બીની નોધમાં લખ્યું છે કે, 1998માં શિયાળાનો સમય હતો. મે અમિતજીને એક સ્ક્રિપ્ટ આપી, ત્યારે તેઓ સાંજે દિલ્હી જવાની ફલાઈટમાં વાંચવાના હતાં. હું થોડો કંપી રહ્યો હતો, વિચારી રહ્યો હતો કે તે શું વિચારશે.

અમિતાભ બચ્ચનની આઈકોનિક ફ્રેન્ચ દાઢી

આ પણ વાંચો- એક સમયે અમિતાભ બચ્ચનને પણ આપવો પડ્યો હતો લુક ટેસ્ટ, ફોટો થઈ રહ્યો છે વાઈરલ

અક્સ માટે તૈયાર કર્યો હતો આ લૂક

મેહરા લખે છે કે મારો ફોન રાત્રે 11 વાગ્યે રણક્યો. એક ભારે અવાજ આવ્યો, બેકગ્રાઉન્ડમાં પ્લેન લેન્ડ થવાનો અવાજ હતો. અમિતજીએ કહ્યું કે કયા પી રહે હૈ? મે કહ્યું- સોરી સર, અમિતજીએ કહ્યું કે, જ્યારે આપ સ્ક્રિપ્ટ લખતાં હતાં, ત્યારે શું પીતાં હતાં? મે કહ્યું- રમ અને કોક સર, અમિતજી બોલ્યાં કે ચાલો આ કરીએ. આપને જણાવી દઈએ કે ‘અક્સ’ સુપરનેચરલ એક્શન થ્રીલર હતી, જેમાં અમિતાભની સાથે મનોજ બાજપેયી અને રવીના ટંડન પણ મહત્વની ભૂમિકામાં હતાં. ફિલ્મ બોક્સ ઓફિસ પર ફેઈલ થઈ હતી, પણ તેને અનેક એવોર્ડ મળ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details