ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ટાઈગર 3 ફિલ્મમાં કયા નવા કલાકારની થઈ એન્ટ્રી? જાણો - Bollywood news

બોલિવુડ અભિનેતા સલમાન ખાન (salman khan) ની 'એક થા ટાઈગર', 'ટાઈગર ઝિન્દા હૈ' ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. ત્યારે હવે સલમાન ખાને તેના ફેન્સને એક નવી ભેટ આપી છે. સલમાન ખાને હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે કસરત કરતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, મને લાગે છે કે, આ માણસ ટાઈગર 3 (tiger 3) માટે ટ્રેનિંગ લઈ રહ્યા છે.

Imran
Imran

By

Published : Jul 21, 2021, 10:22 PM IST

  • સલમાન ખાને (salman khan) ઈન્સ્ટાગ્રામ પર વીડિયો કર્યો શેર
  • વીડિયોમાં ટાઈગર 3 (tiger 3) ની કરી જાહેરાત
  • ટાઈગર ઝિન્દા હૈના મ્યુઝિકવાળો વીડિયો સલમાને કર્યો શેર

અમદાવાદઃ બોલિવુડ અભિનેતા ફરી એક વાર ટાઈગરના રોલમાં દેખાશે. સલમાન ખાને હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ દર્શકોને ખબર પડી ગઈ છે કે, ટાઈગર 3 માટે તૈયારી ચાલી રહી છે. વર્ષ 2017માં આવેલી ફિલ્મ ટાઈગર ઝિન્દા હૈની ટાઈગર 3 સિક્વલ હશે.

ટાઈગર 3માં ઈમરાન હાશ્મી (imran hashmi) વિલનના રોલમાં જોવા મળશેસલમાન ખાને શેર કરેલા ફોટોમાં ટાઈગર ઝિન્દા હૈ (tiger zinda hai) નું થીમ મ્યૂઝિક વાગી રહ્યું છે. આ વખતે ટાઈગર 3માં દર્શકોને વધુ મજા આવશે. કારણ કે, આ વખતે ફિલ્મમાં સલમાન ખાનની સાથે ઈમરાન હાશ્મી પણ જોવા મળશે. જોકે, આ પહેલા જ ટાઈગર 3ના નવા લુક તરફ ઈમરાને ઈશારો કરી ફોટો શેર કર્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, આ તો ફક્ત શરૂઆત છે. ટાઈગર 3માં ઈમરાન હાશ્મી વિલનના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો:Bollywood Father's Day Celebration: Actor Sonu Soodએ પૂત્રને 3 કરોડ રૂપિયાની ગાડી ગિફ્ટ કરી

વર્ષ 2012માં એક થા ટાઈગર ફિલ્મ આવી હતી
નામથી જ જાણી શકાય છે કે, ટાઈગર 3 કબીર ખાનની ટાઈગર ફિલ્મની સિરીઝની ત્રીજી ફિલ્મ છે. વર્ષ 2012માં ફિલ્મ એક થા ટાઈગર આવી હતી. ત્યારપછી બીજો ભાગ વર્ષ 2017માં ટાઈગર ટાઈગર ઝિન્દા હૈના નામે આવી હતી. હવે આ ત્રીજી ટાઈગર 3 ફિલ્મ આવી રહી છે. ફિલ્મમાં ફરી એક વાર સલમાન ખાન એજન્ટ અવિનાશ સંહ રાઠોરની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે અભિનેત્રી કેટરીના કેફ ફરી એક વાર ઝોયાના પાત્રમાં જોવા મળશે. ટાઈગર 3 આગામી વર્ષે કોઈ પણ સમયે રિલીઝ થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details