ગુજરાત

gujarat

ETV Bharat / sitara

શ્રતિ હાસને ઉત્તરાખંડના પહાડી રસ્તાઓ પર ચલાવ્યો ટ્રક - શ્રૃતિ હસન ફિલ્મ યારા

અભિનેત્રી શ્રૃતિ હાસન આગામી ફિલ્મ 'યારા'માં જોવા મળશે. ફિલ્મના એક સીન માટે તેમણે ટ્રક ચલાવ્યો પડ્યો હતો. શ્રૃતિએ આ ઘટનાને યાદ કરતા જણાવ્યું કે, આ બધુ કેટલું મુશ્કેલની સાથે-સાથે મજેદાર હોય છે.

shruti hassan drove a truck
shruti hassan drove a truck

By

Published : Jul 26, 2020, 12:53 PM IST

મુંબઇઃ એક્ટ્રેસ શ્રૃતિ હાસને હાલમાં જ પોતાના દ્વારા ટ્રક ચલાવવાના શાનદાર અનુભવને શેર કર્યો છે અને તેનો સ્વીકાર કર્યો કે, તે ડ્રાઇવરોમાં સર્વશ્રેષ્ઠ નથી.

શ્રૃતિને પોતાની આગામી ડિજિટલ ફિલ્મ 'યારા'માં એક સીન માટે ટ્રક ચલાવવો પડ્યો હતો અને જે બાદ જે પણ થયું તે મજેદાર હતું, જેને તેણીએ શેર કર્યું છે.

શ્રૃતિએ કહ્યું કે, 'ઘણા લોકો એ જાણતા નથી કે, પરંતુ હું એક સારી ડ્રાઇવર નથી.'

તેમણે આ ઘટનાને યાદ કરતા કહ્યું કે, સ્ટંટ ટીમ ખૂબ જ મદદગાર હતી અને તેમાંથી એક મારી પાછળ ક્લચ અને ગિયર શિફ્ટ કરવા માટે બેઠા હતા. હું વાસ્તવમાં તેનો આભાર વ્યક્ત કરું છું, કારણ કે, આ સરળ કામ નથી. આ હકીકતમાં મજેદાર હતું, હું એક પહાડ પર ટ્રક ચલાવવાનો પ્રયાસ કરી રહી હતી અને તે પણ ઉત્તરાખંડના પહાડી રસ્તાઓ પર ટ્રક ચલાવવું ખૂબ જ મુશ્કેલીભર્યું કામ હોય છે.

ફિલ્મ 'યારા'માં શ્રૃતિની સાથે વિદ્યુત જામવાલ, અમિત સાધ, વિજય વર્મા, કેની બાસુમતારી અને સંજય મિશ્રા છે.

આ ફિલ્મ જી 5 પર ફ્રેન્ડશીપ ડે એટલે કે, 30 જૂલાઇએ રિલીઝ થશે. તિગ્માંશુ ધુલિયા નિર્દેશિત આ ફિલ્મ ફ્રેન્ચ ફિલ્મ 'ગેંગ સ્ટોરી'ની બૉલિવૂડ રીમેક છે.

ABOUT THE AUTHOR

...view details