- બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન મુશ્કેલીમાં
- શાહરૂખ પોતાનું તમામ કામ છોડીને પુત્ર આર્યન ખાનને છોડાવવામાં વ્યસ્ત
- શાહરૂખ -સલમાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
હૈદરાબાદ: હાલ બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન મુશ્કેલીમાં છે. તેનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સના કેસના કારણે NCB ની કસ્ટડીમાં છે. શાહરૂખ પોતાનું તમામ કામ છોડીને પુત્ર આર્યન ખાનને છોડાવવામાં વ્યસ્ત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આર્યન ખાનને આજે જામીન મળી શકે છે. આ મુશ્કેલીઓ વચ્ચે શાહરૂખ-સલમાનનો તે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સલમાન ખાને ખરેખર બતાવ્યું છે કે તે શાહરૂખનો શુભેચ્છક છે.
'દસ કા દમ' નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
સલમાન ખાનના લોકપ્રિય શો 'દસ કા દમ' નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં શાહરૂખ ખાન અને રાની મુખર્જી મહેમાન તરીકે પહોંચ્યા હતા. વીડિયોમાં જોવા મળશે કે શો દરમિયાન સલમાને શાહરૂખ ખાનને પૂછ્યું કે, શું તેની પાસે કોઈ છે જે તેને Thik and thin (સુખ અને દુ:ખ) માં સાથ આપશે ? જવાબમાં શાહરૂખ ખાને કહ્યું કે, 'સલમાન જો હું ક્યારેય મુશ્કેલીમાં હોઉં તો તમે છો, જો મારો પરિવાર મારા કરતા વધારે મુશ્કેલીમાં હોય તો તમે છો,' આ સાંભળી સલમાન કહે છે 'એકદમ સાચું' અને પછી સલમાન ખાન ભાવુક થઈ જાય છે અને શાહરૂખ ખાનને ગળે મળે છે. હવે શાહરૂખ -સલમાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
શાહરૂખનો પુત્ર આર્યન ખાન NCB ની કસ્ટડીમાં તે સાંભળી સલમાન પહોંચ્યો શાહરૂખના ઘરે
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનને સમાચાર મળ્યા હતા કે શાહરૂખનો પુત્ર આર્યન ખાન NCB ની કસ્ટડીમાં છે. તો સલમાન તેને મળવા માટે રાત્રે શાહરૂખ ખાનના ઘરે પહોંચ્યો હતો, ત્યારે સલમાન ખાનની બહેન અલવીરા અને સોહેલ ખાનની પત્ની સીમા ખાન પણ શાહરૂખના ઘરે ગયા હતા.