મુંબઇ: ઇરફાન ખાને થોડા દિવસો આગાઉ દુનિયા છોડી દીધી. તેમના અવસાન પછી ઇરફાનનો પુત્ર બેબિલ સોશિયલ મીડિયા પર અભિનેતાની ઘણી તસવીરો અને વીડિયો પોસ્ટ કરી રહ્યો છે.
મંગળવારે બાબીલે ઇરફાનનો નવો વીડિયો તેના ચાહકો સાથે શેર કર્યો હતો. વીડિયોમાં 'ધ લંચબોક્સ' અભિનેતા બરફના ઠંડા પાણીમાં ડૂબકી લગાવતો જોવા મળી રહ્યો છે. ઇરફાનની જૂની ક્લિપ જોઇને તેના ચાહકો આ પોસ્ટ પર ખૂબ જ ઇમોશનલ ટિપ્પણીઓ કરી રહ્યા છે.