મુંબઇઃ ટીવી શૉ ‘યે રિસ્તા ક્યા કહેલાતા હૈ’ની અભિનેત્રી હિના ખાને આ સિરિયલથી અભિનયની શરૂઆત કરી હતી ત્યારથી લઇ 8 વર્ષ બાદ બોલિવૂડ અને ડિજિટલ નેટવર્ક તેમજ હિના ખાને મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાની જગ્યા બનાવી લીધી છે.
હિના ખાને IANSને જણાવ્યું નેપોટિઝમ દરેક જગ્યા પર છે. જો તમે એક સ્ટાર્સ છો અને તમારા બાળકોને લોન્ચ કરવા માગો છો તો તે બરાબર છે. પરંતુ જ્યારે બહારના લોકોને સમાન હક આપતા નથી. તે ઉચિત ન ગણાય ટીવી કલાકાર લગભગ જ બોલિવૂડમાં ભૂમિકા ભજવી શકતા હોય છે.
હિના ખાને જણાવ્યું કે, સુશાંતસિંહ રાજપૂતના સફરે મને ખૂબ પ્રેરિત કરી છે. સુશાંત સિંહે પોતાની મહેનતથી ભારતીય સિનેમામાં જગ્યા બનાવી હતી. અમારા જેવા બહારના લોકો પાસે ગોડફાધર નથી હોતા બસ મારા માટે થોડો સન્માન અને માન્યતા હોય છે
હિના ખાને એ પણ યાદ કરી રહી હતી જ્યારે 1 વર્ષ પહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તે પોતાની શરૂઆત કરવા જય રહી હતી ત્યારે ડિઝાઇનરોએ તેના સાથે કેવું વર્તન કર્યું હતું.
હિના ખાને કહ્યું કે, હું નથી જાણતી કે, ભારતમાં લોકો ટીવી કલાકારોને આવી હિન દ્રષ્ટિથી શા માટે જોવે છે. પશ્ચિમમાં ટીવી સિરિયલ કલાકારો સાથે ગરિમામય વ્યવહાર કરવામાં આવે છે. પરંતુ અહીંયા ઘણા લોકો આપણી સાથે કામ કરવા માંગતા નથી, મને તેના પાછળનું કારણ સમજાતું નથી કે, ટીવી સિરિયલ એક્ટર ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી નીચે છે ઈન્ડસ્ટ્રીમાં આ બધું જલ્દી બદલાય તેવી હિના ખાને ઈચ્છા વ્યક્ત કરી છે.