ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સની દેઓલને કઈ વાત પર આટલો ગુસ્સો આવ્યો, કાગળ ફાડીને બોલ્યાં- ‘ગુંડા હૂં કયા?’ - ‘તારીખ પે તારીખ' ડાયલોગ

બોલીવૂડ અભિનેતા સની દેઓલ (Bollywood Actor Sunny Deol) ગુસ્સે થઈને ઊંચા અવાજમાં ‘તારીખ પે તારીખ‘ બોલે છે. તે પછી તે વ્યક્તિ સની દેઓલને થોડા ઊંચા અવાજમાં બોલવાનું કહે છે, ત્યારે સની પોતાનો હોંશ ગુમાવી દે છે, અને કાગળ છીનવીને બોલે છે- અરે તમે મને શું સમજો છો?

સની દેઓલને કઈ વાત પર આટલો ગુસ્સો આવ્યો, કાગળ ફાડીને બોલ્યાં- ‘ગુંડા હૂં કયા?’
સની દેઓલને કઈ વાત પર આટલો ગુસ્સો આવ્યો, કાગળ ફાડીને બોલ્યાં- ‘ગુંડા હૂં કયા?’

By

Published : Aug 17, 2021, 12:11 PM IST

  • બોલીવૂડ એક્ટર સની દેઓલ (Bollywood Actor Sunny Deol)નો સરસ વીડિયો આવ્યો સામે
  • અભિનેતાએ પોતાની સફળ ફિલ્મની યાદ તાજી કરાવતો વીડિયો પોસ્ટ કર્યો
  • નાટકીય અંદાજમાં ફિલ્મ દામિની (movie Damini)ના ડાયલોગનો વીડિયો બનાવ્યો

ન્યૂઝ ડેસ્કઃ બોલીવૂડ અભિનેતા સની દેઓલ પોતાની ફિલ્મોમાં એક્શન અને બુલંદ ડાયલોગ માટે ખૂબ જ જાણીતા છે. પડદા પર સનીના આ અંદાજને તેમના ફેન્સ પસંદ કરે છે. હવે સનીની ખૂબ ચર્ચિત ફિલ્મ દામિનીનો આઈકોનિક ડાયલોગ બોલતા હોય તેવો એક વીડિયો બનાવ્યો છે, જેમાં તેઓ ખૂબ ગુસ્સામાં જોવા મળી રહ્યાં છે.
આ પણ વાંચો-Indian Idol 12 : વિજેતાનું પદ પામીને પણ પવનદીપો ખુશ કેમ નથી? વ્યક્ત કરી લાગણીઓ

દામિની ફિલ્મનો પ્રખ્યાત ડાયલોગ બોલતા જોવા મળ્યા સની દેઓલ

ખરેખર જોવા જઈએ તો વીડિયોમાં સની દેઓલ ઘરના કપડામાં પણ જોવા મળી રહ્યાં છે. સની પોતાની ફિલ્મ દામિનીનો ડાયલોગ તારીખ પે તારીખ બોલતાં જોવા મળે છે. સામે બેઠેલ વ્યક્તિ( કેમેરામાં જોવા મળતો નથી) તે કહે છે કે થોડા ઓર જોર સે બોલીયે. સની આ ડાયલોગ ફરીથી ઊંચા અવાજમાં બોલે છે. પણ સામે બેઠલ વ્યક્તિને સંતોષ થતો નથી અને સનીને થોડી ભાવનાઓની સાથે ડાયલોગ રીપીટ કરવા કહે છે.

આ પણ વાંચો- અમિતાભ બચ્ચને શ્રીલંકન ગીત પર કઈ રીતે કર્યો ડાન્સ? જુઓ

સનીના વીડિયોને તેના ફેન્સે ઘણો પસંદ કર્યો

અભિનેતા સની દેઓલ ગુસ્સાથી જોવે છે અને ખૂબ જ ઊંચા અવાજમાં બોલે છે તારીખ પે તારીખ. તે પછી પેલો વ્યક્તિ તેનાથી હજી ઊંચા સ્વરમાં બોલવા કહે છે. ત્યારે સની હોશ ગુમાવી દે છે અને તે વ્યક્તિના હાથમાંથી કાગળ છીનવી લેતાં કહે છે કે, અરે તૂને મુઝે કયા સમઝ રખા હૈ? ઈન્દિરાનગર કા ગુંડા હૂં કયા… અને કાગળને ડૂચો વાળીને સામે બેઠેલી વ્યક્તિના હાથમાં થોપી દે છે અને ચાલવા માંડે છે. તો આ વીડિયોની સાથે લખે છે કે નહી હોના મુઝે વાયરલ યાર… સનીના આ વીડિયોને કેટલાય લોકોએ લાઈક્સ કર્યો છે અને કોમેન્ટ પણ કરી છે. અનેક લોકોએ કહ્યું છે કે હજી પણ દામિની ફિલ્મમાં જે એનર્જી હતી તે હજી પણ સનીમાં જોવા મળી રહી છે.

સની દેઓલ બાલકીની ફિલ્મમાં કામ કરી રહ્યા છે

આપને જણાવી દઈએ કે, હાલમાં જ આર બાલકીની નવી ફિલ્મની જાહેરાત કરાઈ છે, જેમાં સની દેઓલ, પૂજા ભટ્ટ, દુલ્કર સલમાન અને શ્રીયા ધન્વંતરિ મુખ્ય ભૂમિકામાં છે. આ એક થ્રીલર મૂવી છે. સની પહેલીવાર આર બાલકીની ફિલ્મમાં કામ કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details