ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અમિતાભ બચ્ચનનો એવો તો કયો કો-સ્ટાર છે જેના વખાણ કરતા બીગબી નથી થાકતા, જુઓ - Southern superstar Rashmika Mandana

હિન્દી સિનેમાના મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) 78 વર્ષની વયે પણ ફિલ્મો અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હોય છે. અમિતાભ બચ્ચને(Amitabh Bachchan) હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાના એક કો-સ્ટાર સાથેનો એક ફોટો શેર કર્યો હતો, જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે. આ ફોટોના કેપ્શનમાં અમિતાભ બચ્ચને લખ્યું હતું કે, મારા કો-સ્ટાર(CO-STAR)ને મળો.

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન

By

Published : Jul 1, 2021, 1:45 PM IST

  • અમિતાભ બચ્ચને પોતાના કો સ્ટાર સાથે ફોટો કર્યો શેર
  • 78 વર્ષની વયે પણ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ
  • અમિતાભ બચ્ચને શેર કરેલો ફોટો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે

અમદાવાદઃ હિન્દી સિનેમાના મહાનાયક અભિનેતાએ(Amitabh Bachchan) હાલમાં જ ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પોતાના કો-સ્ટાર સાથે એક ફોટો શેર કર્યો છે. અમિતાભ બચ્ચને(Amitabh Bachchan) સાઉથની સુપરસ્ટાર રશ્મિકા મંદાના(Southern superstar Rashmika Mandana ) અને બોલિવુડ અભિનેત્રી નીના ગુપ્તા (Bollywood actress Nina Gupta)સાથે ફિલ્મ ગુડબાયનું(Film Goodbye) શૂટિંગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ બિગ બી અને રશ્મિકા અભિનીત 'ગુડબાય'નું શૂટિંગ શરૂ થયું

આ કો-સ્ટાર બીજું કોઈ નહીં, પરંતુ એક ક્યૂટ ડોગી છે

ફિલ્મ ગુડબાયના શૂટિંગ દરમિાયન જ અમિતાભ બચ્ચને પોતાના ક્યૂટ કો-સ્ટાર(CO-STAR)નો તમામ લોકોને પરિચય કરાવ્યો હતો. આ કો-સ્ટાર બીજું કોઈ નહીં, પરંતુ એક ક્યૂટ ડોગી છે. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ફોટોમાં આ ડોગીના કાન પકડીને ઉભેલા જોવા મળી રહ્યા છે.

અમિતાભ બચ્ચનનો એવો તો કયો કો-સ્ટાર છે જેના વખાણ કરતા બીગબી નથી થાકતા

અમિતાભ બચ્ચન આ પહેલા પણ આ કો-સ્ટારના વખાણ કરી ચૂક્યા છે

અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) ડોગી સાથે ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, મળો મારા કો-સ્ટાર(CO-STAR)ને, વાત કંઈ પણ હોય આમના કાન ઉભા થઈ જાય છે. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) આ પહેલા પણ આ કો-સ્ટાર(CO-STAR)ના વખાણ કરી ચૂક્યા છે. આ અગાઉ અમિતાભ બચ્ચને લખ્યું હતું કે, મારા આ કો-સ્ટાર જ્યારે સેટ પર હોય છે, ત્યારે માહોલ બદલાઈ જાય છે.

અમિતાભ બચ્ચનનો એવો તો કયો કો-સ્ટાર છે જેના વખાણ કરતા બીગબી નથી થાકતા

આ પણ વાંચોઃ અભિષેક બચ્ચનના કો-સ્ટાર અમિત સાધનો રિપોર્ટ આવ્યો નેગેટિવ, બંનેએ સાથે ડબિંગ કર્યું હતું

અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા પહેલી વખત સાથે કામ કરશે

આપને જણાવી દઈએ કે, ગુડબાય ફિલ્મનું શૂટિંગ કોરોનાના કારણે રોકાઈ ગયું હતું. જો કે, હવે સ્થિતિ યોગ્ય થતા ફરી શૂટિંગ શરૂ થયું છે. નિર્દેશક વિકાસ બહલ(Director vikas Bahal)ની આ ફિલ્મમાં કામ કરવા માટે સાઉથની સ્ટાર અભિનેત્રી રશ્મિકા મંદાના(Southern superstar Rashmika Mandana) મુંબઈ શિફ્ટ થઈ ગઈ છે. આ ઉપરાંત અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) અને નીના ગુપ્તા (Nina Gupta)પહેલી વખત એક ફિલ્મમાં કામ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details