ગુજરાત

gujarat

ETV Bharat / sitara

એવું તે શું થયું કે એક વ્યક્તિ Bollywood Actress Urvashi Rautelaને પેટમાં મુક્કા મારી રહ્યો છે? જુઓ - પેટમાં મુક્કા

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા (Bollywood Actress Urvashi Rautela) હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે. જોકે, હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં એક વ્યક્તિ તેને પેટ પર મુક્કા મારી રહ્યો છે. આ વીડિયોમાં ઉર્વશીએ કેપ્શનમાં 'નો પેઈન નો ગેઈન' એટલે કે પીડા વગર કંઈ જ નથી મળતું એવું લખ્યું હતું. ઉર્વશીનો આ વીડિયો જોઈને દરેક વ્યક્તિ હેરાન છે. Body:

એવું તે શું થયું કે એક વ્યક્તિ Bollywood Actress Urvashi Rautelaને પેટમાં મુક્કા મારી રહ્યો છે? જુઓ
એવું તે શું થયું કે એક વ્યક્તિ Bollywood Actress Urvashi Rautelaને પેટમાં મુક્કા મારી રહ્યો છે? જુઓ

By

Published : Jun 11, 2021, 12:43 PM IST

  • બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા (Bollywood Actress Urvashi Rautela)એ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
  • વીડિયોમાં એક વ્યક્તિ ઉર્વશીને પેટમાં મારી રહ્યો છે મુક્કા
  • વીડિયોમાં ઉર્વશી વિરોધ કરવાની જગ્યાએ કંઈ નથી કરતી

આ પણ વાંચો-47 વર્ષની ઉંમરે પણ Bollywood Actress Malaika Arora પોતાને કઈ રીતે રાખે છે ફિટ? જુઓ

અમદાવાદઃ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા (Bollywood Actress Urvashi Rautela)એ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલો વીડિયો ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ઉર્વશીને પેટમાં સતત મુક્કા મારી રહ્યો છે. જોકે, ઉર્વશીને તેનાથી તકલીફ પડી રહી છે તેમ છતાં તે કંઈ નથી કરતી. ઉલટાનું તે આ પીડા સહન કરી રહી છે. જોકે, અનેક લોકો ઉર્વશીનો આ વીડિયો જોઈને હેરાન થઈ ગયા છે અને તેના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો-‘Paani Paani ’ ગીત પર જેકલીન ફર્નાડિન્સનો જોરદાર ડાન્સ

ટ્રેનરે સતત મુક્કા મારી ઉર્વશીને પ્રેક્ટિસ કરાવી

જોકે, આ વીડિયો જોઈને ગભરાવવાની જરૂર નથી. કારણ કે, આ વીડિયો ઉર્વશીની આગામી ફિલ્મની તૈયારી દરમિયાનનો છે, જેમાં એક બોક્સર ઉર્વશીને પ્રેક્ટિસ કરાવી રહ્યો છે અને વીડિયોમાં બોક્સર ઉર્વશીને પેટમાં સતત મુક્કા મારી રહ્યો છે. વીડિયોમાં ઉર્વશીએ જિમ સૂટ પહોર્યો છે અને તે રિંગમાં ઉભી નજરે પડી રહી છે. તેની સામે એક ટ્રેનર ઉભો છે, જે સતત તેને પ્રેક્ટિસ માટે મુક્કા મારી રહ્યો છે. જોકે, અનેક મુક્કા માર્યા પછી બોક્સર ત્યાંથી હટી જાય છે.

ABOUT THE AUTHOR

...view details