- અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ (Actress Twinkle Khanna) પોતાની સાથે જોડાયેલો એક ભયાનક કિસ્સો સંભળાવ્યો
- ટ્વિંકલ ખન્નાએ એક ઈન્ટરેક્શન સેશન ટ્વિક ઈન્ડિયામાં (Tweak India) જૂના જમાનાનાં પ્રખ્યાત અભિનેત્રી વહીદા રહેમાન (Famous old time actress Waheeda Rahman) સાથે વાતચીત કરી હતી
- આ વાતચીત દરમિયાન ટ્વિંકલે પોતાની સાથે થયેલી એક શરમજનક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો
હૈદરાબાદઃ 90ના દાયકાની સુંદર અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ (Actress Twinkle Khanna) લગ્ન પછી ફિલ્મી દુનિયાથી કિનારો કરી લીધો હતો. જોકે, ટ્વિંકલ આજે પણ પોતાના ફેન્સ માટે સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી જ એક્ટિવ રહે છે. તેવામાં ટ્વિંકલ સાથે જોડાયેલો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે ફિલ્મ અભિનેત્રીઓ માટે ચોંકાવનારો હોઈ શકે છે. ટ્વિંકલ ખન્નાએ એક ઈન્ટરેક્શન સેશન ટ્વિક ઈન્ડિયામાં (Tweak India) જૂના જમાનાનાં પ્રખ્યાત અભિનેત્રી વહીદા રહેમાન (Famous old time actress Waheeda Rahman) સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન ટ્વિંકલે પોતાની સાથે થયેલી એક શરમજનક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો-આલિયા ભટ્ટની 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મની રિલીઝ ડેટ જાહેર, આ તારીખે સિનેમાઘરમાં મચાવશે ધૂમ
એક ડિરેક્ટરે મંદાકિની જેવો સીન કરવા ડિમાન્ડ કરી હતીઃ ટ્વિંકલ ખન્ના
ટ્વિંકલ ખન્નાએ જણાવ્યું હતું કે, મેં એક વરસાદના સીનમાં સફેદ રંગનો કુર્તો પહેર્યો હતો. ત્યારે ડિરેક્ટર શાલ લપેટીને મારી પાસે આવ્યા અને મને કહ્યું કે, જો હું તને મંદાકિની જેવો સીન કરવાનો કહું તો તું કરીશ? મેં કહ્યું, અહીં 2 વસ્તુ છે, પહેલા તો ના અને બીજી તમે રાજ કપૂર નથી. ટ્વિંકલે જણાવ્યું હતું કે, ત્યારબાદ તે ડિરેક્ટરે મારી સાથે ક્યારેય વાત ન કરી અને ના મારી સાથે ફિલ્મ કરી. આ ખૂબ જ ભયાનક હતું.