ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'ટ્રાંસપરંસી-પારદર્શિતા', અન્ના આંદોલન અને આમ આદમી પાર્ટી પર આધારિત ડૉક્યુમેન્ટરી - Dr Munish Raizada why made the web series on AAP

'ટ્રાંસપરંસી - પારદર્શિતા', ડૉક્યુમેન્ટરી ભારતમાં ચર્ચાનો વિષય બનેલું ઈંડિયા અગેઈન્સ્ટ કરપ્શન (અન્ના આંદોલન) તેમજ આ આંદોલનથી જે પાર્ટીનો જન્મ થયો, આમ આદમી પાર્ટી, એના ઉપર આધારિત છે.

Web series 'Transparency ..' will show the story of India Against Corruption
'ટ્રાંસપરંસી - પારદર્શિતા', અન્ના આંદોલન

By

Published : Apr 4, 2020, 9:15 PM IST

શિકાગો: મુનીશ રાયજાદા ફિલ્મ દ્વારા તેમની પ્રથમ ડૉક્યુમેન્ટરી સિરીઝ,'ટ્રાંસપરંસી - પારદર્શિતા'નું અનાવરણ કરવામાં આવ્યું. આ ડૉક્યુમેન્ટરી ભારતમાં ચર્ચાનો વિષય બનેલું ઈંડિયા અગેન્સ્ટ કરપ્શન (અન્ના આંદોલન) તેમજ આ આંદોલનથી જે પાર્ટીનો જન્મ થયો, આમ આદમી પાર્ટી, તેના ઉપર આધારિત છે.

નિર્માતા-નિર્દેશક મુનીશ રાયઝાદા પોતે પાર્ટીના સભ્ય હતા અને તેમણે મહત્વની કામગીરી નિભાવી હતી. રાયજાદાએ કહ્યું છે કે, આ ડૉક્યુમેન્ટરીમાં આમ આદમી પાર્ટીની કાર્યપ્રણાલીનું વિશ્લેષણ છે. આ શોના દરેક એપિસોડમાં ઈંડિયા અગેેંસ્ટ કરપ્શન અને આમ આદમી પાર્ટીની ઈનસાઈડ સ્ટોરી બતાવવામાં આવશે.

આ ડૉક્યુમેન્ટરીના કેન્દ્રમાં પોલિટિકલ ફંડિંગ અને પાર્ટીની વેબસાઈટમાંથી ફંડની માહિતી હટાવ્યા પછીની વાત પણ કહેવામાં આવી છે. મુનીશ રાયજાદા ખુદને છેતરાયાનો અનુભવ થયો હતો. આ શોમાં સામાન્ય વ્યક્તિની વાત કરવામાં આવી છે. આ ડૉક્યુમેન્ટરીમાં 3 ગીતો છે, જે ભારતમાં એક અનોખી પહેલ હશે. ડૉ.રાયજાદા શિકાગોમાં નિયોનેટોલૉજિસ્ટ છે કે જેઓ અન્ના આંદોલનનો ભાગ રહી ચૂક્યાં છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details