મુંબઇઃ અભિનેત્રી કૃતિ સેનને લોકડાઉનની વચ્ચે અજીબોગરીબ રિએક્શનવાળો વીડિયો શેર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર શેર વીડિયોમાં કૃતિ આ લોકડાઉનના દિવસોમાં જે અનુભવી રહી છે તે વિશે વાત કરી છે.
પહેલા વીડિયોમાં કૃતિ ઑલ-ડેનિમ લુકમાં છે અને એક ગ્લાસ વિન્ડો પર નોક કરતી જોવા મળે છે. જ્યારે બીજી ક્લિપમાં તે પોતાની ફિંગરનો ઉપયોગ કરીને ગનના રુપમાં પોતાના માથા પર શૂટ કરતી જોવા મળી રહી છે.