ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બૉલીવુડ ક્વીન કંગનાએ લોકડાઉન દરમિયાન લખી કવિતા - બૉલીવુડ લોકડાઉન

બૉલીવુડ ક્વીન કંગના રનૌત લોકડાઉન દરમિયાન મનાલીમાં પરિવાર સાથે સમય વિતાવી રહી છે.આ દરમિયાન તેમણે એક કવિતા લખી છે, જે સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે.

Etv Bharat
kangna Ranaut

By

Published : May 18, 2020, 8:00 PM IST

મુંબઈ: બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત લોકડાઉન દરમિયાન મનાલીમાં પરિવાર સાથે સમય વિતાવી રહી છે. તે રોજ સોશિયલ મીડિયા પર કંઈક ને કંઈક પોસ્ટ કરીને પોતાના ચાહકોનું મનોરંજન કરતી રહે છે.

આ વખતે કંગનાએ એક કવિતા લખી છે, જેનું નામ છે 'આસમાન'.

કંગનાની આ કવિતાનને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. ટીમ કંગના રનૌત દ્નારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ કવિતામાં અભિનેત્રી કગંનાનો વોઈસ ઓવર છે.

કંગનાની ટીમે કવિતાનો વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું છે, ' કંગના રાનૌતે પોતાની અસંખ્ય પ્રતિભાઓમાંથી વધારે એક પ્રતિભા બહાર લાવી છે. 'આસમાન' કવિતા તેમણે ખુદ લખી છે અને દિગ્દર્શિત કરી છે.'

આ કવિતામાં કંગનાએ પોતાના વિચારો રજૂ કર્યા છે. વીડિયોમાં કંગના મનાલીની સુંદરતાને માણતી જોવા મળી રહી છે. કવિતાને કંગનાએ પોતાના અવાજમાં રેકોર્ડ કરી છે.

'આસમાન' કવિતાના આ વીડિયોને કંગનાના ઘરમાં જ શુટ કરવામાં આવ્યો છે, જેમાં બૉલીવુડ ક્વિન કંગના મેકઅપ કરતી, ચા પીતી, લખતી, ઘાસ પર સુતેલી અને ચિમના સાથે બેઠેલી જોવા મળે છે.

જોકો આ અગાઉ મધર્સ ડે પર પણ કંગનાએ ભાવનાત્મક કવિતા લખી હતી.

ABOUT THE AUTHOR

...view details