- દીપિકાએ શેર કર્યો તેના સ્ટાઈલિસ્ટનો વીડિયો
- સ્ટાઈલિસ્ટને દીપિકાએ ખવડાવી કાચી કેરી
- કાચી કેરી ખાઈ દીપિકાના સ્ટાઈલિસ્ટનું મો બળી ગયું
ન્યૂઝ ડેસ્ક(Bollywood News): બૉલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે અને રોજિંદા જીવનના વીડિયો શેર કરતી હોય છે. તેણે તેના હેઅર સ્ટાઈલિસ્ટ સાથે પ્રેન્ક કર્યો હતો, જેનો વીડિયો તેણે ઈન્ટાગ્રામ પર શેર કર્યો છે.
દીપિકાએ ખવડાવ્યુ તેના સ્ટાઈલિસ્ટને મરચું
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, દીપિકા પાદુકોણના હેઅર સ્ટાઈલિસ્ટ એક વાટકીમાં મરચું અને મીઠું ભભરાવેલી કાચી કેરી ખાઈ રહ્યો છે. દીપિકા તેને પૂછે છે કે તે શું ખાઈ રહ્યો છે, ત્યારે તે જણાવે છે કે, કાચી કેરી અને લાલ મરચું છે, શું તેમાં મીઠું પણ છે? ત્યારે દીપિકા કહે છે કે, વધારે સવાલ નહિં કર અને બસ તેને ખાઈ લે.