મુંબઈઃ બોલિવૂડના સંગીતકાર અને ગાયક વાજિદ ખાનનું સોમવારે અવસાન થયું હતું. તેમણે 1998માં સલમાનની સુપરહિટ ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યાથી ડેબ્યૂ કર્યું હતું. સુપરસ્ટાર સલમાન ખાને સોશિયલ મીડિયા પર તેમના મોત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તે હંમેશા તેમની પ્રતિભાને યાદ રાખશે.
સલમાન ખાને વાજિદ ખાનના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- હું હંમેશાં વાજિદને નેક વ્યક્તિ તરીકે યાદ રાખીશ... - salman khan condoles wajid khan death
લોકડાઉન દરમિયાન સાજિદ વાજિદે સલમાન ખાનના બે ગીત 'પ્યાર કરોના' અને 'ભાઈ ભાઈ'માં કામ કર્યું હતું.
સલમાન ખાને વાજિદ ખાનના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું
સલમાન ખાને લખ્યું, 'વાજિદ .. અમે હંમેશા તમને પ્રેમ અને માન આપીશું. હું તમને એક સારા વ્યક્તિ તરીકે અને તમારી પ્રતિભા માટે તમને ખૂબ જ યાદ કરીશ. લવ યુ.. તમારી આત્માને શાંતિ મળે.'