મુંબઇ: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં ગાયક-સંગીતકાર વાજિદ ખાન એક ગીત ગાતા નજરે પડે છે.
વાજિદના અચાનક અવસાનથી દરેક લોકો સ્તબ્ધ થઇ ગયા છે અને હવે એક જુનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તે સલમાન ખાનની હિટ ફિલ્મ 'દબંગ'નું ટાઇટલ ટ્રેક' હુડ હુડ દબંગ 'ગાઇ રહ્યો છે.
વીડિયોમાં વાજિદ હોસ્પિટલના પલંગ પર ગીત ગાઇ રહ્યો છે. ક્લિપમાં તેમને ઓળખવું મુશ્કેલ થઈ રહ્યું છે, કારણ કે તેણે પોતાની ટ્રેડમાર્ક દાઢી કઢાવી નાખી છે. થોડા સમય પછી, હાય પીચમાં ગીત ગાવાના કારણે, તેઓ શ્વાસ લઇ શકતા નથી.
તેમના ભાઈ અને પ્રોફેશનલ સિંગર સાજિદનો ઉલ્લેખ કરતાં તે કહે છે કે 'હું સાજીદ ભાઈ માટે એક જ ગીત ગાઇશ.' અને પછી, તે પ્રખ્યાત ગીત ગાવાનું શરૂ કરે છે.