ગુજરાત

gujarat

ETV Bharat / sitara

વાજિદ ખાને દુનિયાને કહ્યું અલવિદા, વર્સોવા કબ્રસ્તાનમાં દફનવિધિ કરાઇ - વાજિદ ખાનનું અંતિમસંસ્કાર

મ્યૂઝિક ડિરેક્ટર વાજિદ ખાનનું 42 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના ભાઇ સાજિદ ખાન અને અભિનેતા આદિત્ય પંચોલી તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. જે વર્સોવામાં કરવામાં આવ્યા હતા. આ પહેલા ઇરફાન ખાનની પણ દફનવિધિ તે જ જગ્યાએ કરવામાં આવી હતી.

વાજિદ ખાનને વર્સોવા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા
વાજિદ ખાનને વર્સોવા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા

By

Published : Jun 1, 2020, 10:57 PM IST

મુંબઇ: પ્રખ્યાત મ્યૂઝિક કમ્પોઝર અને સિંગર વાજિદના નિધનના સમાચારથી બોલીવૂડ સહિત ચાહકોમાં નિરાશા જોવા મળી છે. તેમના અંતિમ સંસ્કારમાં તેમના ભાઇ સાજિદ ખાને હાજરી આપી હતી.

'માશલ્લાહ' ગાયકને શહેરના વર્સોવા વિસ્તારમાં સ્થિત કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો છે. અભિનેતા ઇરફાનને પણ આ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો. સાજિદ ઉપરાંત અભિનેતા આદિત્ય પંચોલી પણ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યો હતો.

મ્યૂઝિક કમ્પોઝર સલીમ મર્ચન્ટે વાજિદ ખાનના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તેમણે ટ્વિટ કર્યું હતું, "સાજિદ-વાજિદથી મારા ભાઈ વાજિદના મૃત્યુના સમાચારથી મને ખુદ જ આધાત લાગ્યો છે. અલ્લાહ તેમના પરિવારને હિંમત આપે. ભાઈ @wajidkhan7 તમારી યાત્રા સલામત રહે. તમે બહુ જલ્દીથી ચાલ્યા ગયા."

પ્રિયંકા ચોપડા, અમિતાભ બચ્ચન, પરિણીતી ચોપડા, અક્ષય કુમાર, સોનમ કપૂર, અર્જુન કપૂર, નેહા ધૂપિયા સહિતના લગભગ તમામ સેલેબ્સે મ્યુઝિક ડિરેક્ટરના નિધન પર ટ્વીટ પર શોક વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details