ગુજરાત

gujarat

ETV Bharat / sitara

શું વિવેક ઓબેરોય નેપોટિઝમના પ્રોડક્ટ છે? - વિવેક ઓબેરોય નેપોટિઝમનો શિકાર

આ દિવસોમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમનો મુદ્દો જોરશોરથી ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં એક યુઝરે વિવેક ઓબેરોયને પણ નિશાન બનાવ્યો છે. પરંતુ વિવેકના સપોર્ટ ડિરેક્ટર સંજય ગુપ્તાએ આવીને યુઝરને જવાબ આપ્યો હતો.

વિવેક ઓબેરોય
વિવેક ઓબેરોય

By

Published : Jul 4, 2020, 10:49 PM IST

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે બોલીવુડમાં નેપોટિઝમનો મુદ્દો ચર્ચામાં છે. સ્ટાર કિડ્સને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

જેમાં અભિનેતા વિવેક ઓબેરોયનું નામ પણ શામેલ થઇ ગયું છે. સોશિયલ મીડિયા પર એક યૂઝરે વિવેક પર નેપોટિઝમના પ્રોડક્ટ હોવાનો આરોપ લગાવ્યો છે. પરંતુ બોલીવુડના એક મોટા ડાયરેક્ટર વિવેકના સમર્થનમાં આવ્યા છે.

થોડા દિવસો પહેલા એક યુઝરે વિવેકને ટ્રોલ કર્યો હતો. તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે વિવેક ઓબેરોય નેપોટિઝમ બોર્ન છે.

આ ટ્વિટ પર વિવેકની કોઇ પ્રતિક્રિયા આવે, તે પહેલાં ડાયરેક્ટર સંજય ગુપ્તા અભિનેતાના સમર્થનમાં આગળ આવ્યા છે અને ટ્વીટ કરીને યુઝરને જવાબ આપ્યો હતો.

પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં સંજયે એક ટ્વિટમાં લખ્યું, 'શું બકવાસ છે, શું તમને ખ્યાલ પણ છે કે વિવેકને તેની ફિલ્મ કંપની કેવી મળી? તેના પિતાનો તેમાં કોઇ ફાળો નથી અને વિવેકનું પર્ફોમન્સ એટલું સારું હતું કે તેની ડેબ્યૂ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. '

સંજય ગુપ્તાના આ ટ્વીટ જોઇને વિવેક ખૂબ જ ખુશ થઈ ગયો. સંજયની ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા તેમણે યુઝરને પણ નિશાન બનાવ્યા.

વિવેકે લખ્યું, 'સત્યની સાથે ઉભા રહેવા બદલ આભાર. અમારા જેવા ઘણા લોકોએ મુશ્કેલ રસ્તો પસંદ કર્યો હતો જ્યાં ફક્ત ટેલેન્ટ જ બધુ હોય છે. જ્યારે કોઈ જાણ્યા વગર આવી વાતો કરે છે ત્યારે તે ખૂબ જ ખરાબ લાગે છે. લોકોની આવી કમેન્ટ આટલા વર્ષોની મહેનત બગાડે છે.

લોકો વિવેકના આ ટ્વિટ પર પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. કોઈ તેમને સમર્થન આપી રહ્યા છે, તો કોઈ તેમને સવાલ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details