ન્યૂઝ ડેસ્ક: ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) ના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીને 'y' શ્રેણીની સુરક્ષા આપવામાં આવી (Y Category Protection For Vivek Agnihotri) છે. ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' હાલમાં આખા દેશમાં ચર્ચામાં છે અને લોકો તેના વિશે અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે, ત્યારે ફિલ્મ પર દેશનું વાતાવરણ સામાન્ય નથી, જ્યારે આ મામલે વિવેક અગ્નિહોત્રીને ઘણી વખત ધમકીઓનો પણ સામનો કરવો પડ્યો છે. આ સંજોગોમાં ડાયરેક્ટરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમની સાથે ચારથી પાંચ હથિયારધારી કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે.
Y Category Protection For Vivek Agnihotri :'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી - કાશ્મીરી પંડિતોના હત્યાકાંડ
ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) ના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીને 'Y' શ્રેણીની સુરક્ષા આપવામાં આવી (Y Category Protection For Vivek Agnihotri) છે. ડાયરેક્ટરની સુરક્ષાને પગલે તેમની સાથે ચારથી પાંચ હથિયારધારી કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. વિવેક જ્યાં પણ જશે ત્યાં તેના ઘરથી લઈને સમગ્ર ભારતમાં 'Y' સુરક્ષા સાથે રહેશે.
Vivek Agnihotri Given Y Category Protection:'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને Y કેટેગરીની સુરક્ષા પ્રદાન કરાઇ
ફિલ્મ પર રાજકારણ ગરમાયું:વિવેક અગ્નિહોત્રીએ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે, જે કાશ્મીરી પંડિતોના હત્યાકાંડ અને હિજરતની પીડાને વર્ણવે છે. કેટલાક લોકો ફિલ્મને લઈને તત્કાલિન સરકારથી નારાજ છે, તો કેટલાક આને મુસ્લિમ વિરોધી કહી રહ્યા છે. અહીં ફિલ્મ પર રાજકારણ ગરમાયું છે.
આ પણ વાંચો:MISS WORLD 2021: પોલેન્ડ સુંદરી કેરોલિના બિલાવસ્કા બની મિસ વર્લ્ડ 2021